Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સમાવવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પછી હવે ભાજપે પણ આમંત્રણ આપ્યુ છે. નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે પોતાનું નિવેદન આપ્યુ છે. નરેશ પટેલે કહ્યુ કે 20થી 30 માર્ચ વચ્ચે યોગ્ય નિર્ણય કરીશ.

નરેશ પટેલે કહ્યુ કે રાજકારણ અંગે યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ. નરેશ પટેલે કહ્યુ કે, મારી વ્યક્તિગત ઇચ્છા છે કે મારે રાજકારણમાં જોડાવવુ જોઇએ. જોકે, હજુ સુધી નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી. નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણમાં જઇને પ્રધાન બનવુ નથી, લોકો સુધી પહોચવાનું છે.

કોંગ્રેસમાં જોડાઇ શકે છે નરેશ પટેલ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો વિધાનસભાની 50 બેઠક પર અસર થશે. નરેશ પટેલ પાટીદાર અગ્રણી છે.

નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર હોય તેમ લાગી રહ્યુ છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો તેમણે મુખ્યમંત્રીનો ચહેરો કે નાયબ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે.

संबंधित पोस्ट

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી . . .

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

Karnavati 24 News

લખનઉંમાં PM મોદીની મેગા રેલીની તૈયારી, ભાજપનો 10 લાખ લોકોની ભીડ ભેગી કરવાનો પ્લાન

Karnavati 24 News

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો

 વાઇબ્રન્ટ સમિટી 2022માં આડેધડ પાર્કિંગ ને ટ્રાફિક જામ રોકવા પોલીસ 16 ક્રેન ભાડે લાવશે, ટોઇંગવાન દોડાવાશે

Karnavati 24 News