Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

અમરેલી જિલ્લામા આગામી 28મી તારીખથી માધ્યમિક શિક્ષણ બાેર્ડની ધાેરણ 10-12ની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા તેની તૈયારી પુર્ણ કરી લેવામા આવી છે. જિલ્લામા 30021 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગના સુત્રાેએ જણાવ્યું હતુ કે ધાેરણ 12 સામાન્ય પ્રવાહમા 8647 છાત્રાે પરીક્ષા આપશે. જયારે વિજ્ઞાન પ્રવાહમા 1537 છાત્રાે પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમા 17 કેન્દ્રાે પર 33 બિલ્ડીંગમા પરીક્ષા લેવાશે. જયારે વિજ્ઞાન પ્રવાહમા 4 કેન્દ્રાે પર 9 બિલ્ડીંગમા પરીક્ષા લેવાશે.

એકંદરે બંને મળી ધાેરણ 12મા કુલ 342 બ્લાેકમા પરીક્ષા વ્યવસ્થા ગાેઠવવામા આવશે. જયારે ધાેરણ 10મા 19837 છાત્રાે પરીક્ષા આપશે. ધાેરણ 10ની વ્યવસ્થા માટે અમરેલી જિલ્લાને બે ઝાેનમા વહેચાયાે છે. સાવરકુંડલા ઝાેનમા રાજુલા જાફરાબાદ, ખાંભા, ધારી અને સાવરકુંડલા પંથકની વ્યવસ્થા થશે. જયારે અમરેલી ઝાેનમા લીલીયા, લાઠી, બાબરા, કુંકાવાવ, બગસરા અને અમરેલી પંથકની વ્યવસ્થા થશે. સાવરકુંડલા ઝાેનમા 13 કેન્દ્ર પર 40 બિલ્ડીંગમા વ્યવસ્થા ગાેઠવાશે. જયારે અમરેલી ઝાેનમા 17 કેન્દ્ર પર 43 બિલ્ડીંગમા વ્યવસ્થા ગાેઠવાશે. ધાેરણ 10મા કુલ 665 બ્લાેકમા બેઠક વ્યવસ્થા ગાેઠવવામા અાવી છે.

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે. ચોરીના દુષણને અટકાવવા સીસીટીવી કેમેરા તેમજ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવશે. પરીક્ષા સ્થળે પીવાના પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરાશે.

એક બ્લાેકમાં 30 છાત્ર પરીક્ષા અાપશે
પરીક્ષા કેન્દ્ર પર દરેક બ્લાેકમા 30 છાત્રની બેઠક વ્યવસ્થા કરાશે. દરેક બ્લાેકમા સીસીટીવી કેમેરા લાગેલા હશે. ઝાેનલ અધિકારીની કચેરી ઉપરાંત કંટ્રાેલરૂમ, સ્થળ સંચાલક, સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધીઓ વિગેરેની નિમણુંક કરી દેવાઇ છે.

પરીક્ષા સમિતિની બેઠક મળી
દરમિયાન આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષતામા બપાેરે 3 કલાકે પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમા છાત્રાે શાંતીપુર્ણ અને તનાવમુકત વાતાવરણમા પરીક્ષા આપી શકે તથા સમગ્ર પરીક્ષાની પ્રક્રિયા સુચારૂરૂપથી ગાેઠવાય તે માટે ચર્ચા કરાઇ હતી.

संबंधित पोस्ट

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin

સરકારી નોકરીઓઃ ગૃહ મંત્રાલયે મદદનીશ ઈજનેર સહિત 49 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારો 24 જૂન સુધી અરજી કરી શકે છે.

Karnavati 24 News

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin
Translate »