Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

હેરિએટ જહાજને ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરવામાં આવ્યું

ગત ડિસેમ્બરમાં ચર્ચાના એરણે ચડેલું અને અનેક અનિયમીતતાઓ વચ્ચે ઘેરાયેલા જહાજ હેરિએટને તમામ પ્રકારના ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરાવવામાં આવ્યુ છે. જહાજના માલીક પાસેથી બેંક ગેરન્ટી વસુલી અને અનુમતિઓ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હેરિએટ જહાજનો આઇએમઓ નંબર ખોટો હોવાના આરોપસર તેની અટક કરવામાં આવી હતી. આ જહાજના મૂળ માલીક બ્લૂ વન ટ્રેડિંગ – દુબઇ હતા અને અંતિમ ખરીદનાર પ્લોટ નં.114 રાજેન્દ્ર શિપબ્રેકર્સ પ્રા.લિ. છે. આ બંને વચ્ચે ખરીદ-વેચાણના એમઓયુ થયા છે. આ પ્રકરણમાં દલાલની ભૂમિકા અદા કરનારા સુનિલ નારાયણન અને શિપિંગ એજન્ટ લોટસ ડેન શિપિંગના ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને 22 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન મળ્યા હતા. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જહાજના મુળ માલીક અને અંતિમ ખરીદનારને માત્ર પુછપરછ કરીને જવા દેવાયા હતા, તેથી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે.

સામાન્ય રીતે રેવન્યૂ લોસ અંગેની ગેરરીતિઓ સામે કાર્યવાહી કરતા ડીઆરઆઇ દ્વારા ખોટા આઇએમઓ નંબર વાળું શિપ હેરિએટ સીઝ કરી અને બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી

संबंधित पोस्ट

નેશનલ ફુડ સિક્યોરિટી મિશન માં ભરતી ની જાહેરાત સામે આવી

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા રેલી યોજાઇ

Karnavati 24 News

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

દિવ ફુદમ ગંગેશ્વર રોડની બંને સાઇડ વૃક્ષોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યો

Karnavati 24 News