Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નદી, દરિયો, જંગલ, રણ આ તમામ જગ્યાએ દેશભક્તિ પ્રગટાવ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નદી, દરિયો, જંગલ, રણ આ તમામ જગ્યાએ દેશભક્તિ પ્રગટાવીને તિરંગો લહેરાવી માં ભારતીને વંદન કરીએ- શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તમામ નાગરિકો એક બનીને જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને ભૂલીને માં ભારતીના ગૌરવના અવસર એવાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિશ્વના સૌથી મોટા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પ્રબળ ઈચ્છા શક્તિથી જોડાવા માટે આહવાન કર્યું છે. મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ જ્યારે એક બન્યો છે, ત્યારે તમામ ગુજરાતીઓ એક બનીને અનેકવિધ કાર્યક્રમો દ્વારા જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને ભૂલીને માં ભારતીના ગૌરવના અવસર એવાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાય. ભારતની આ પવિત્ર ભૂમિનું એક પણ સ્થળ એવું ન રહેવું જોઈએ કે, જ્યાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં તિરંગો ન લહેરાય. નદી, જંગલ, દરિયાકિનારો, પહાડો, શહેર, ગામડું આ તમામે તમામ જગ્યાએ માં ભારતીના ગૌરવના પ્રતિક સમાન તિરંગો લહેરાવવા માટે કટિબધ્ધ થવા સૌ ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓને તેમણે અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિ કે પરિવાર તેમાંથી બાકાત ન રહે અને દેશભક્તિના રંગે રંગાઈને માં ભારતીનું આ પર્વ ગૌરવ સાથે ઉજવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ અગાઉ પણ ભારતના નાગરિકો આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં જોડાયાં છે, પરંતુ હજુ પણ વધુ પ્રબળ રીતે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને પોતાની દેશભક્તિને પ્રગટાવીએ. ‘આપણું ભારત – આગવું ભારત’ બને તે માટે એક ભારતીય બનીને તેની ઉજવણીમાં સહભાગી થઈએ તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

ભોજપુરીઃ દેશભક્તિના રંગમાં જોવા મળી અક્ષરા સિંહ, પોસ્ટ શેર કરીને તિરંગા અભિયાનને સમર્થન આપ્યું

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

દેશની તમામ કોલેજામાં ‘ભારતીય ભાષા દિવસ’ ઉજવાશે . . . .

Admin

હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં જિલ્લાના ૯૮,૭૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Karnavati 24 News

ગર્ભપાતની પરવાનગી માંગવા પર દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી સુજાવ આપ્યો

Karnavati 24 News

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News