Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

બારડોલીમાં તાંત્રિક વિધિ કરતાં વિધર્મી યુવકે બાપુ બની મહિલાને મકાન જલ્દી વેચાણ કરવાની વિધિ કરાવવાના બહાને મહિલાની છેડતી કરતાં, ભોગ બનનાર મહિલાએ બારડોલી પોલીસનું સરણું લેતા, બાપુ બનેલા યુવક વિરુદ્ધ છેડતી અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાતા નગરમાં ચકચાર મચી છે. બારડોલી નગરના તલાવડી સ્મશાનની બાજુમાં આવેલાં રહેણાક વિસ્તારમાં રહેતો સાબિર બાપુ ઉર્ફે સલીમ બાપુ લોકોની સમસ્યાઓ દૂર કરવાનુ જણાવી બાપુ તરીકે વિધિઓ કરતો હતો. ગત 25 ફેબ્રુઆરીના રોજ સાબિર બાપુ પાસે એક મહિલા પોતાનું મકાન વેચાતું ન હોવાથી, મકાન વહેલું વેચાઈ એ માટે વિધિ કરાવવા આવી હતી. ત્યારે આ લંપટ સાબિર બાપુએ મહિલાને પોતાના ઘરના ઉપરના રૂમમાં વિધિના બહાને લઈ જઇ મહિલાની મરજી વિરુદ્ધ મહિલાને શારીરિક અડપલાં કરી મહિલાની છેડતી કરી હતી. મહિલા વારંવાર ના કહેવા છતાં બાપુએ મહિલા સાથે છેડતી કરતાં સમગ્ર ઘટના મહિલાએ પોતાના પતિને જણાવી હતી. આ લંપટ બાપુએ કરેલ હરકત વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાબિર બાપુ વિરુદ્ધ એટ્રોસીટી તેમજ છેડતીનો ગુનો નોંધી આરોપી બાપુની પોલીસે અટકાયત કરી છે. મહિલાને સાથે રાખી અધિકારીએ ઘટના સ્થળની તપાસ કરી ફરિયાદ નોંધાવનાર મહિલા સાથે લંપટ બાપુએ જે રૂમમાં છેડતી કરી હતી, તે સ્થળ વિઝિટ એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયાએ મહિલાને સાથે રાખી તપાસને વેગ આપ્યો હતો. બારડોલીના તલાવડીમાં રહેતા લંપટ શાબીર શેખે હિંદુ પરિણીતાને વિધિના નામે બળજબરી કરતા હિંદુ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટના મામલે હિંદુ સંગઠનના આગેવાનોએ ભેગા થઇ તપાસ અધિકારીને મળી ભોગ બનનાર મહિલાને નિષ્પક્ષ ન્યાય મળે અને લંપટ શાબીર શેખ સામે સખ્ત પગલા લેવાય તે માટે રજૂઆત કરી હતી. ત્યારે બારડોલીના વિધર્મી યુવકે બાપુ બને દલિત મહિલાની વિધિના નામે છેડતી કરવાના ગુનામાં લંપટ બાપુને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે સાબિર બાપુના જામીન ના મંજૂર કરી પોલીસ કસ્ટડી માટે લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. બારડોલીના તલાવડી વિસ્તારમાં સ્મશાનભૂમિની બાજુના રહેણાંક વિસ્તારમાં રહેલો સાબિર ઉર્ફે સલિમ બાપુએ ગત 25 ફેબ્રુઆરીના રોજ એક દલિત મહિલાનું ઘર જલ્દી વેચાઈ જાય એમાટે વિધિ કરવાના બહાને મહિલાને પોતાના ઘરની ઉપરના રૂમમાં વિધિના બહાને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જે બાબતે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા સાબિર બાપુ વિરુધ્ધ છેડતી તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો અને લંપટ સાબિરબાપુની પોલીસે ધરપકડ કરી હતી. શનિવારે બપોરે બારડોલી પોલીસે સાબિરને બારડોલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સાબિરના જામીન ના મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેતા પોલીસે સાબિરને લાજપોરની જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

संबंधित पोस्ट

 ઓલપાડ તાલુકાના કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ કીમ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી હત્યારાને જેલ ભેગો કર્યો.

Karnavati 24 News

ગાંધીનગરમાં દૂધની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ . . . .

Admin

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

हैरान कर रहा ट्रैफिक पुलिस का कारनामा, जानिए कैसे करते हैं पैसे की वसूली

Admin

SOG ક્રાઈમ બ્રાન્ચે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ

Translate »