Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે સહી કરવા જેવી સામાન્ય બાબતમાં લાફા ઝીંકી જાનથી મારી નોકરી કરતા યુવાનને તેના ઉપરી અધિકારી રાઉન્ડ ફોરેસ્ટરે નાંખવાની ધમકી આપી હતી. મુંઢ મારને કારણે બેભાન થઈ જતાં કર્મચારીને ભાવનગર સારવાર માટે ખસેડાયા બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર | બોલાવી બન્નેની રજૂઆત સાંભળ્યા બાદ નજીક બેભાન થઈ જતાં ૧૦૮ મારફત વેળાવદર નેશનલ પાર્કમાં આવેલ કાનાતળાવ બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા | (ઉ.વ.૨૮, ૨હે, નવી ફોરેસ્ટ કોલોની, ચોકીદાર ક્વાર્ટર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન- વેળાવદર)એ ગઈકાલે ગુનાના કામે પકડેલ ઢોર અને નોંધેલા એફઓઆરના રિપોર્ટમાં રાઉન્ડ ફોરેસ્ટર હરપાલસિંહ પૃથ્વીસિંહ ચુડાસમાને સહી કરવાનું કહેતા તેણે સાઈન કરવાની ના પાડી હતી. જેથી ફોરેસ્ટ ગાર્ડે આર.એફ.ઓ. ડી.જી. ગઢવીને રજૂઆત ફરી ફોરેસ્ટ ગાર્ડ તેમની બીટમાં જાણ બહાર થતી કામગીરીનો રિપોર્ટબનાવી સહી કરવા માટે રાઉન્ડ ફોરેસ્ટર પાસે જતાં તેણે સહીં કરવાની ના પાડી હાથ પકડી બાજુના કાન ઉપર બેથી ત્રણ લાફા ઝીંકી મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં ફરજ બાદ ઘરે ગયેલા શૈલેન્દ્રસિંહ ઝાલા મુંઢ મારને કારણે અર્ધબેભાન થઈ જતાં પત્ની, સાળી સહિતના પરિવારજનોતેમનેસારવાર કરતા તેમણે રાઉન્ડ ફોરેસ્ટરને ઓફિસમાં માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે માઢિયા ફોરેસ્ટ કર્મચારીને ભાવનગર સર ટી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગે શૈલેન્દ્રસિંહ ઝાલાએ રાઉન્ડ ફોરેસ્ટર હરપાલસિંહ ચુડાસમા સામે વેળાવદર ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

રાજસ્થાનમાં શિક્ષકે મારી-મારીને તોડી દીધી વિદ્યાર્થીની કરોડરજ્જૂ, કરવામાં આવ્યા સસ્પેન્ડ

Admin

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

Karnavati 24 News

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News
Translate »