Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

SOG ક્રાઈમ બ્રાન્ચે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ

અમદાવાદ શહેરમાં નશાનો કારોબાર સતત વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ શહેરમાં એમડી ડ્રગ્સનો મોટા પાયે ધંધો કરનાર મહિલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તો હવે ઈ સિગારેટના જથ્થા સાથે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ આ આરોપી સામે ફરિયાદ દાખલ કરી આ જથ્થો ક્યાથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

થોડા સમય પેહલા અમદાવાદ PCB ના pi તરલ ભટ્ટ એ ઇ સિગારેટ વિશે તમામ ડીટેલ નીકાળી હતી. ત્યાર પછી અમદાવાદમાં સૌ પ્રથમ કેસ પીસીબી દ્વારા સ્મોકર્સ નામની દુકાન પર કરવામાં આવ્યું હતું. ત્યાંથી લાખો રૂપિયાનો એ સિગરેટ નો જથ્થો પકડાયો હતો.જેમાં અનેક રિટેલર ના નામ પણ ખુલ્યા હતા.ત્યારબાદ કારંજ પોલીસ દ્વારા પણ એ ઈ સિગરેટ નો જથ્થો પકડ્યો હતો. ત્યારબાદ સુરત થી પણ લાખો રૂપિયાનો જથ્થો પકડાયો હતો. છેલ્લે મુન્દ્રા પોર્ટ પરથી પણ કરોડો રૂપિયાની સિગરેટ ના કન્ટેનર પકડાયા હતા.

અમદાવાદ શહેર વિસ્તારમાં sog પેટ્રોલીંગમાં હતિ તે દરમ્યાન બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, ચાંદખેડા, હેવમોર ચાર રસ્તા પાસે આવેલ સમૃધ્ધી રેસીડેન્સીમાં આવેલ ક્રેજી ટાઉન નામના પાનાના ગલ્લામાંથી તથા જ્યુશ વલ્ડ નામની દુકાનમાંથી આરોપીઓ, સંયમ અતુલભાઇ મરડીયા, અજય જેઠાનંદ નોટવાનીણી રવિ પેટ્રોલ પંપની બાજુમાં ઇન્દીરાબ્રીજ સર્કલ પાસે સરદારનગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. 

પોલીસે આરોપીઓ પાસેથી ઇ-સિગારેટ નંગ-૩૭ તથા રીફીલ નંગ-૦૩ મળી કુલ ૪૬,૬૮૦- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બન્ને આરોપીઓ સામે એક્ટ-૨૦૧૯ ની કલમ ૭, ૮ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

संबंधित पोस्ट

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

Karnavati 24 News

परिवीक्षा अधिकारी हेमंत पाटीदार को 20 हज़ार की रिश्वत लेते रंगे हाथों पकड़ा

Admin

સુરતના વરાછા વિસ્તારમાં કુબેર નગર સોસાયટી ખાતે દુકાનદારે મહિલાની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

Karnavati 24 News

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

 દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર આવ્યો ચકચારી બનાવ

Karnavati 24 News
Translate »