Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામા આવી હતી. પોલીસે અમરેલી તાલુકાના મોણપુર ધરાઇ માર્ગ પરથી ત્રણ શખ્સો વિદેશી દારૂની 22 બોટલ સાથે ઝડપી લીધા હતા. જયારે જિલ્લામા 25 શખ્સોને નશો કરેલી હાલતમા અને 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

પોલીસે મોણપુરથી ધરાઇ માર્ગ પર બાઇક નંબર જીજે 10 બીએચ 5683ને અટકાવી તલાશી લેવામા આવતા પોલીસને અહીથી વિદેશી દારૂની 22 બોટલ મળી આવી હતી. પોલીસે રાકેશ બુટશીંગ મેડા, સોમસીંગ નાનચીયા પચાયા અને જયદીશ કુવરસીંગ મેડા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી દારૂનો જથ્થો અને બાઇક મળી કુલ રૂપિયા 39570નાે મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે બગસરા, છભાડીયા, મજાદર, દાતરડી, જાફરાબાદ, સાવરકુંડલા, વડલી, ટીંબી, અમરેલી વિગેરે મળી 25 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે સીતારામનગર, લાઠી, ચાવંડ, સાવરકુંડલા, રાજુલા, અમરેલી, વિઠ્ઠલપુર ખંભાળીયા વિગેરે સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અા ઉપરાંત જુદાજુદા 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો. પોલીસની આકાર્યવાહીથી બુટલેગરો અને નશાખોરોમા ફફડાટ ફેલાયો હતો.

संबंधित पोस्ट

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

Admin

ઉદ્યોગપતિની કારમાંથી મળ્યા કરોડો રૂપિયા, ઘરમાં દરોડામાં નોટોનો ઢગલો મળ્યો

Admin

જૂનાગઢના માખિયાળામાં ટ્રસ્ટની ઓફિસના તાળા તોડીને સાહિત્યની ચોરી કરનાર 12 ઈસમો સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર SMC ની આ સૌથી મોટી રેડ

Karnavati 24 News
Translate »