Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

હાલ ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકાર તરફથી સસ્તા દરે અનાજ આપવામાં આવે છે . જેમાં ઘણી વાર આવી સરકારી અનાજની દુકાનો માં બેફામ કાળા બજારી જોવા મળે ત્યારે સરકારી ગોડાઉનમાંથી ગેરકાયદે ત્રાહિત વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી અન્ય ગોડાઉન પર લઈ જતી સમયે સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ગાડીઓને ઝડપી લીધી હતી . આમ સચિન પોલીસે ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરતા SDM સહિત નાયબ મામલતદારની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી . આ સરકારી અનાજની કાળા બજારીનો મામલો સામે આવતા જ સચિન ગોડાઉનના મહિલા મેનેજર મોબાઈલ બંધ કરી ભૂગર્ભ ઉતરી જતા ગોડાઉનને શીલ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા NSFA રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે સરકારી અનાજની ફાળવણી કરવામાં આવી રહી છે.જો કે આ સરકારી અનાજ ગરીબો સુધી પોહચાડવાને બદલે કેટલાક કાળા બજારીયાઓ સરકારી બાબુઓની સાંઠગાંઠ માં બારોબાર સગેવગે કરી રહ્યા છે.આવીજ કંઈક ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની છે. જ્યાં સચિન ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરને સાંઠગાંઠ માં ત્રાહિત વ્યક્તિઓના ખાનગી વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી ગેરકાયદે રીતે અન્ય ગોડાઉનમાં લઇ જવામાં આવી રહ્યો હતો.જે અંગેની બાતમી મળતા સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ટ્રકો ઝડપી પાડી ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી હતી. જ્યાં બનાવની જાણકારી મળતા SDM અને નાયબ મામલતદાર સહિતની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.જ્યાં સચિન પોલીસ અને સુરત જિલ્લા કલેકટર કચેરીની ટીમ દ્વારા સચિન સ્થિત સરકારી ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી..પોલીસ અને જિલ્લા ક્લેકટર કચેરીની ટીમ ગોડાઉન પર પોહચે તે પહેલાં જ ગોડાઉનના મહિલા મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા… જ્યાં પંચોના રૂબરૂમાં ગોડાઉન શીલ કરી આગળની કાર્યવાહી અને તપાસ જિલ્લા કલેકટર કચેરીની પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ સાથે સચિન પોલીસે કબ્જે કરેલ ત્રણ ટ્રકથી વધુ સરકારી અનાજનો જથ્થો વરાછા સ્થિત સરકારી ગોડાઉન માં સૂઝ કરી દેવામાં આવ્યો હતો.સમગ્ર સરકારી અનાજની કાળા બજારીના આ રેકેટમાં ગોડાઉન મેનેજર ની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવી હતી.જ્યારે કોન્ટ્રાકટર અને પેટા-કોન્ટ્રાકટર રાકેશ રાજપૂત સહિત અરવિંદ રાજપૂત નામના શખ્સોની સરકારી અનાજની કાળા બજારીમાં સંડોવણી હોવાના આક્ષેપ થયા હતા.

संबंधित पोस्ट

જામનગર માં ૩.૬૯ પાઈપ લાઈન ની ચોરી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી..

Admin

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

Admin

સસ્પેન્ડેડ IAS પૂજાના સંબંધીઓના ઘરે EDના દરોડા: રાંચીમાં ત્રણ રોકડ ગણતરી મશીનો મંગાવવામાં આવ્યા, મુઝફ્ફરપુરમાં પણ તપાસ

Karnavati 24 News

ઉના પોલીસે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતા કાર્યવાહી . .

Admin

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

દારૂડીયા દારૂ પીને દંગલ કરતા વેપારીઓ ત્રસ્ત, લખતર ઉગમણા દરવાજા વિસ્તારમાં દારૂડિયાએ મચાવ્યું દંગલ

Admin
Translate »