ન્યુ દિલ્હીના રહેવાસી હેમંત મોરારીલાલ ખંડેલવાલ(ઉ.વ.47) હરીદ્વાર ખાતે ક્રિષ્ણા ઈન્ફાકોન પ્રા.લી. (રીયલ એસ્ટેટનો)નો ધંધો કરે છે. તેમને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દિકરો ક્રિષ્ણ પણ વ્યવસાયમાં મદદ કરે છે. હરીદ્વાર ખાતે હાલ સાઈડ ચાલી રહી છે. અને તેને ડેવલોપ કરવમાં માટે અમને રૂ.10 કરોડની લોનની જરૂર હતી. દિકરા ક્રિષ્ણના મિત્ર વિકાસ ગર્ગે સ્વચ્છ ભારત અભિયાનના કન્વીનર પ્રેમલત્તા સાથે ઓળખાણ કરાવી હતી. તેઓએ ઓળખીતા થકી ફંડીગ કરાવી આપવાની વાત કરી હતી અને ગત તા.21 ઓક્ટોબરે ચેન્નાઈ લઈ ગયા હતા. જ્યાં વિશાલ પટેલ તથા સિરાજ ગાંધી (રહે, વડોદરા)ને મળાવ્યા હતા. ચેન્નાઈમાં વિશાલે મારા દિકરા ક્રિષ્ણાને રાજેશ રાવનો પરિચય કરાવ્યો હતો અને તેને ફડીંગ કરાવી આપવાનું જણાવી કમીશનના 4 ટકા એડવાન્સમાં આપવા કહ્યું હતું. જેથી દિકરાએ મને જણાવતા મને ડીલ યોગ્ય ન લાગી હતી અને પરત આવી ગયા હતા. ત્યારબાદ બીજા જ દિવસે વિકાસ પર વિશાલનો ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, તે વડોદરા ખાતેથી ફંડીગ કરાવી આપશે અને ફંડ ચેકથી આપશે. પણ 4 ટકા કમીશન લાગશે. જેથી વડોદરા અક્ષરચોક ખાતે સિગ્નેટ હબમાં આવેલ શ્રીનાથ એન્ટરપ્રાઈઝ નામની ઓફીસે ગયા હતા. ત્યાં લોન વિશે વાત થઈ હતી. આ બાદ વાય.એમ.શાહ કંપનીના ડી-ભારડા તથા અન્ય લોકો આવી અમારી સાઈટ વિશે માહિતી લઈ ગયા હતા. આ બાદ અમને વિશાલ પટેલનું બીજુ નામ વિશાલ નાયડુ હોવાનુ અને તે મુંબઈનો અને સીરાજ ગાંધીનું નામ વિરાટ ગાંધી અને તે ગાંધીનગરનો જાણવા મળ્યુ હતું. તેઓએ લોનના 4 ટકા લેખે રૂ.40 લાખ કમીશનના આપવા જણાવેલ અને તે બાદ ફંડ આપાવીશું. જેથી અમે રૂ.40 લાખ તા.23 ડિસ્મ. એ વિશાલને આપ્યા હતા. તેને આ બાદ અગ્રીમેન્ટ સાઈન કરી લઈશુ તેવુ જણાવ્યું હતું. અમે સીગ્નેટ હબથી કારમાં બેસ્યા હતા અને વિશાલ તથા સિરાજે તેમની કારમાં હતા. અને અમને પાછળ આવવા કહ્યું હતું. મુજમહુડા સર્કલ, લાલબાગ બ્રીજ તરફ જતા દરમિયાન એક મહારાષ્ટ્રની સ્કોર્પીયો કાર આવી વિશાલની કારને ઓવરટેક કરી રોકી હતી. તેમાંથી 4-5 ઈસમો બહાર નિકળ્યા હતા. જેથી સિરાજે અમને ફોન કરી, પ્રોબ્લમ થઈ ગયો છે તેમ કહી ધીરે ધીરે આગળ જવા જણાવ્યું હતું. ઘણો સમય થઈ જતા વિશાલ કે સિરાજ જણાયા ન હતા તેઓનો મોબાઈલ પણ બંધ હતો પાછા ઓફિસે આવી જોતા ત્યાં લોક હતું. ત્યારબાદ સિરાજનો ફોન આવેલ કે CBIએ પકડી લીધા છે રમેશની કોઈ મેટર છે. ત્યારબાદ બધાનો ફોન બંધ થઈ ગયો હતો. અમારે દિલ્હીમાં કામ અગત્યનું કામ હોવાથી અમે દિલ્હી જતા રહ્યા હતા. ત્યારે વિશાલનો વોટ્સઅપ કોલ આવ્યો હતો અને તેને આંગળીયામાં તમારા રૂ.40 લાખ મોકલી આપીશ તેમ જણાવ્યું હતું. આ બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. આજદિન સુધી કમીશનના બહાને રૂપિયા પડાવી પરત ન આપતા આ મામલે જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.