જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ માં કાનાબાપા ગજેરા ટ્રસ્ટ આવેલું છે ગત તારીખ 21 1 2021 ના જયેશ હરિભાઈ ગજેરા જીગ્નેશ કાંતિભાઈ ગજેરા હરિ જીવાભાઈ ગજેરા વિજય ચંદુભાઈ ગજેરા અનિલ દામજીભાઈ ગજેરા કાળાભાઈ બાબુભાઈ ખાંટ કમલેશભાઈ ધરમશીભાઈ ગજેરા શૈલેષ બાવનજીભાઇ બુહા શારદાબેન કાંતિભાઈ ગજેરા હિતેશ દેવજીભાઈ ગજેરા જલ્પાબેન ચંદુભાઈ ગજેરા અને મોહન ભાઈ મનજીભાઈ સોદરવાએ કાનજીબાપા ટ્રસ્ટની ઓફિસના તાળા તોડી તેમાંથી પ્લોટ ના દસ્તાવેજ ઠરાવ બુક સિક્કા વાઉચરની ફાઈલ સહિત કુલ 4600 ની કિંમત ના સાહિત્ય ની ચોરી કરી ગયા હતા.આ અંગે સમાધાન માટે પ્રયાસ થયા હતા પરંતુ સમાધાન ન થતા ટ્રસ્ટના પ્રમુખ અને ભીખાભાઈ વૃજલાલભાઈ ગજેરાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તમામ ઇસમો સામે ફરિયાદ નોંધી સમગ્ર ગુનાની તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દો અંદરો અંદર ની લડાઈ અને જ્ઞાતિના વહીવટ અંગે વિવાદ ચાલતો હોય જેને લઇ ને ફરિયાદ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ફરિયાદી ભીખાભાઈ ગજેરા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે હવે આ બનાવ અંગે કેવો વળાંક આવે છે તે જોવું