Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતગુનોસ્થાનિક સમાચાર

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અનેક જગ્યાએથી દારૂ પકડાવનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાજકોટનાં દૂધસાગર રોડ પરથી સવારના ૫ વાગે મમરાના બજકાની આડમાં ૪૯૨ બોટલ દારૂ લઈ જવાતું વાહન પકડાયું છે. ચૂંટણી આવતા જ ઠેર ઠેર દારૂ પકડાય રહ્યા છે. ત્યારે ફરી એક વખત રાજકોટના દૂધસાગર વિસ્તારમાંથી મમરાના બજકામાં દારૂની બોટલો છુપાવી લઈ જવાતી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતાં વહેલી સવારે ત્યાં વોચ ગોઠવી હતી પરંતુ વહેલી સવારે અંધારું હોવાથી વાહન ચાલક ભાગી ગયા હતા પરંતુ વહાનમાંથી ૪૯૨ બોટલ દારૂની મળી આવી હતી. બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વહેલી સવારે દૂધસાગર રોડ પર ફારૂકી મસ્જિદ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા ટાટા ઈન્સ્ટ્રા નામના વાહનની અટકાયત કરી હતી. પરંતુ વહેલી સવારે અંધારું હોવાથી અંધારાનો લાભ લઈને વાહન ચાલક ભાગી ગયો હતો. ત્યાર બાદ તપાસ કરતા મમરાના બાચકાની નીચે છુપાવેલી વિદેશી દારૂની ૪૯૨ બોટલ મળી આવી હતી જે અંદાજે ૭.૪૬ લાખની કિંમતની હતી.

संबंधित पोस्ट

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

સુરતમાં અચાનક મોતનો સીલસીલો હજુ યથાવત, વધુ ત્રણ યુવાને જીવ ગુમાવ્યો

Gujarat Desk

फरीदाबाद: चोरी के दो आरोपियों को क्राइम ब्रांच ने किया गिरफ्तार, जेल भेजा

Admin

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

Karnavati 24 News

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Gujarat Desk
Translate »