Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર SMC ની આ સૌથી મોટી રેડ

દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ ૧૦૦ મીટર દૂર આવેલા મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૬ જૂન ૨૦૨૧ના રોજ દરોડો પાડયો હતો, દરોડા દરમિયાન ત્યાં આવેલાં જુદા જુદા ૭ મકાનોમાંથી જુગાર રમતા ૧૮૦ લોકો પકડાયા હતા, ગુજરાતના ઈતિહાસમાં જુગારની આ સૌથી મોટી રેડ હતી,જેમાં પોલીસે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને રૂ.એક કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, આ SMC ના દરોડા બાદ દરિયાપુર પીઆઈ, ડી.સ્ટાફ પીએસાઈ સહિત ૧૨ પોલીસકર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જે અંગે હાલ વધુ તપાસ SMC દ્વારા કરવામાં આવી રહી છે,

જુગારધામના સંચાલકે જ નિવેદનમાં પોલીસ અધિકારી કે કર્મચારીઓનાં નામ આપ્યાં હતાં
મનપસંદ જીમખાનુ ગોવિંદ ઉર્ફે ગામા અને તેના ભાગીદારો દ્વારા ચલાવતા હતા, આ જીમખાનામાં જે પણ પોલીસ કર્મચારીઓ આવતા અથવા તો ફોન પર માલિકો સાથે સંપર્કમાં હતા તે તમામ પોલીસકર્મીઓને SMC ના અધિકારીઓ એ તપાસ માટે બોલવવામાં આવ્યા છે, કેટલાક પોલીસ કર્મચારીઓના નામ જુગારધામના સંચાલકો, જુગાર રમવા આવેલા માણસો તેમજ પોલીસ કર્મચારીઓએ જ તેમના નિવેદનમાં લખાવ્યાં છે, આ અંગે SMCના અધિકારીના જણાવ્યા મુજબ જુગારની રેડ બાદ રૂટીન ઈન્ક્વાયરી માટે જ પોલીસકર્મીઓને બોલાવામાં આવ્યા છે,

જુગારધામના સીસીટીવીમાં પોલીસકર્મીઓ જોવા મળ્યાં મનસપંદ જીમખાનાના જુગારધામ ૭ મકાનમાં ચલાવતા હતા જેથી તમામ મકાનની અંદર-બહાર તેમજ પોળની અંદર અને બહાર ૨૫ કરતાં વધારે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓની મનપસંદ જીમખાનાનાં અવર જવર કરતાં નજરે પડ્યા હતા,

જીમખાના પર રેડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી,મનસપંદ જીમખાનામાં થયેલા દરોડાની તપાસ પોલીસ કમિશ્નર શ્રી ઓ એ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી, જો કે ક્રાઈમ બ્રાન્ચના જ કેટલાંક પોલીસ કર્મચારીની સીધી કે આડકતરી સંડોવણી હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં કોઈ કર્મચારી સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે હવે આગળ ની તપાસ SMC સોંપવામાં છે એવી સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.

संबंधित पोस्ट

यूपी के फेसबुक फ्रेंड ने की शहडोल में रहने वाली युवती के साथ महाकाल में दुष्कर्म।

Admin

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

मोगा पुलिस ने 01 क्विंटल 20 किलो अफीम के साथ तस्कर को किया गिरफ्तार

Admin

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News