Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ખારોઇ હત્યા કેસમાં મુંબઈના ક્ચ્છી વેપારી પાસેથી વધુ એક વિદેશી પિસ્તોલ મળી આવી

ભચાઉના ખારોઈ નજીક ધોળા દિવસે પિસ્તોલના ભડાકે દઈ પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારવાના સવા મહિના જૂના ખૂન કેસમાં વધુ બે શખ્સો પર તપાસનો ગાળિયો કસાયો છે . એલસીબીએ હત્યા કેસમાં ચોબારીના વતની અને મુંબઈમાં કટલરી કોસ્મેટિક્સ આઈટમોનો જથ્થાબંધ વેપારી કરતાં વધુ એક આહીર યુવકની ધરપકડ કરી ઈટાલીયન બનાવટની પિસ્તોલ રીકવર કરી છે . પત્નીના પ્રેમીની પિસ્તોલના ભડાકે હત્યા થયેલી ગત ૧૮ જાન્યુઆરીની સવારે ૧૧ વાગ્યાના અરસામાં ખારોઈના સીમાડે નર્મદા કેનાલના પુલિયા પરથી બાઈક પર જઈ રહેલા ચોબારીના માવજી ભુરાભાઈ વરચંદ નામના યુવકની તેના જ ગામનાં શામજી વશરામ વરચંદે પિસ્તોલના ચાર રાઉન્ડ ફાયર કરી હત્યા કરી હતી . હત્યાના બે દિવસ બાદ પોલીસે શામજીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી માર્શલ ફ્રાન્સ કંપનીની પિસ્તોલ કબ્જે કરી હતી . શામજીએ આ પિસ્તોલ ચોબારીના વતની અને મુંબઈમાં કટલરી – કોસ્મેટિક આઈટમનો જથ્થાબંધ વેપાર કરતા કૌટુંબિક ભાઈ પ્રવિણ ઊર્ફે ભાણુભા વશરામ ઊર્ફે વસો ઢીલા ( રાજાણી ) ( ઉ.વ , ૩૯ ) પાસેથી મેળવી હોવાનું જણાવતા લોકલ કાઈમ બ્રાન્ચે ત્રણેક દિવસ અગાઉ પ્રવિણની ધરપકડ કરી હતી . રાજસ્થાની શખ્સ પાસેથી બે પિસ્તોલ મેળવેલી પોલીસની પૂછતાછમાં પ્રવિણે ચોબારીમાં પાર્ટનરશીપમાં ખરીદેલી વાડીની ઓરડીમાં એક સ્ટીલના ડબ્બામાં વધુ એક પિસ્તોલ છૂપાવી હોવાનું કબૂલ્યું હતું . જેના પગલે એલસીબીની ટીમે ચોબારી – કડોલ રોડ પર આવેલી વાડીમાંથી ઈટાલીયન બનાવટની પિસ્તોલ અને બે મેગ્ઝિન કબ્જે કર્યાં છે . પ્રવિણે બંને પિસ્તોલ રાજસ્થાનના પાલીના રહીશ ભંવરલાલ બાદરરામ પાસેથી ખરીદી હોવાનું કબૂલતા પોલીસે હવે ભંવરલાલને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે . સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવિણ દિલ્હીના વેપારીઓ પાસેથી ચાઈનાથી ઈમ્પોર્ટ થતી કટલરી અને કોસ્મેટિક આઈટમ જથ્થાબંધ ખરીદી રીટેઈલ વેપારીઓને વેચાણ કરે છે . બેએક વર્ષ પૂર્વે એક – દોઢ કરોડનો માલ ખરીદયા બાદ સળંગ ત્રણ માસનું દેશવ્યાપી સજ્જડ લૉકડાઉન જાહેર થતાં માલ પડ્યો પડ્યો જ એક્સપાયર થઈ ગયો હતો . જંગી નુકસાનીમાં આવી ગયેલા પ્રવિણના લાખો રૂપિયાના પેમેન્ટ ચડી ગયાં હતા . દિલ્હીના વેપારીઓથી ફફડતાં પ્રવિણે કથિત રીતે સ્વરક્ષા માટે રાજસ્થાનના ભંવરલાલ પાસેથી પિસ્તોલ મેળવેલી પહેલી પિસ્તોલ બરાબર ચાલતી ના હોઈ શસ્ત્રોના સોદાગરે તેને બીજી પિસ્તોલ આપી પહેલી પિસ્તોલ પોતાની અનુકૂળતાએ પરત લઈ લેશે તેમ કહ્યું હતું .

संबंधित पोस्ट

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

Admin

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

कोटा में कोचिंग कर रहे दो छात्रों की डूबने से हुई मौत

Admin

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું- ઈમરાન ખાન સરકારને બ્લેકમેલ કરવા માંગે છે, આવું નહીં થવા દઈએ

Admin