હાલમાં કચ્છમાં આરટીઓ દ્વારા ઓવરલોડ મીઠું ભરીને ચાલતાં વાહનોની ચેકિંગ પ્રક્રિયા ચાલુ હોઇ છેલ્લા બે દિવસથી હાજીપીરથી જખો બંદર તરફ જતો માર્ગ દિવસે સુમસામ બની રહ્યો છે ને રાત્રીના ધમધમી રહ્યો છે . જેને કારણે ગુરૂવારની રાત્રે નખત્રાણા અને અબડાસાને જોડતા માર્ગ પર નમક પરિવહન કરતા ટ્રેઇલરનો સીંગલ પટ્ટી રોડ પર સામ – સામે વાહનો આવી જતાં અકસ્માત સર્જાયો હતો . જેથી જડોદરથી બીટ્ટા વચ્ચેનો રોડ આખી રાત બંધ થઇ ગયો હતો . જો કે , સદનસીબે કોઇને જાન હાની થઇ ન હતી . ક્રેઇન મારફતે ટ્રેઇલરને સાઇડમાં લઇ માર્ગ પરનો ટ્રાફિક હળવો કરાયો હતો . ખાવડાથી ઓવરલોડ મીઠું ભરીને જતી ટ્રકો રાતો રાત પરિવહન કરી જતી હોવાનો મામલો સામે આવ્યા બાદ આરટીઓ દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઇ હતી . ત્યારે આરટીઓ દ્વારા કચ્છના અલગ અલગ માર્ગો ૫૨ ચેકિંગ હાથ ધર્યું છે . તે વચ્ચે નખત્રાણા અબડાસાને જોડતા ધોરીમાર્ગ પર ઓવરલોડ નમક ભરીને જતા વાહનો દિવસે નહીં રાત્રે ચોર રસ્તેથી નીકળવા જતાં બાલાપર – બીટા વચ્ચેના સીંગલ રોડ પર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ માર્ગ પરથી બેફામ રીતે પરિવહન કરતા વાહનનોમાં મોટા ભાગે ડ્રાઇવીંગ શીખાઉ ક્લીનર કરતા હોવાનું અને તેમની પાસે લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે . અને આવા ઓવરલોડ વાહનો પોલીસના નાક નીચેથી બેધડક પસાર થઇ રહ્યા છે .