સુરત માં શિવરાત્રી પર્વ ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું… સુરત માં શિવરાત્રી મહાપર્વ ને લઈ શિવ ભક્તો મા ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.હતો..ભગવાન ભોળાનાથ ને રીઝવવા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત મા આવેલું આ શિવલિંગ સ્વયંભૂ છે તેમજ તેમની વિશેષતા એ છે કે શિવલિંગ માં સ્વયંભૂ જનોઈ ધારણ કરેલી છે..જે દર રક્ષાબંધન ના દિવસે આપોઆપ બદલાઈ જાય છે..આવા ચમત્કારિક શિવલિંગ ના દર્શન કરી ભાવિ ભક્તો પોતાની જાત ને ધન્ય કરે છે…. આજરોજ શિવરાત્રી પર્વ ને લઈ શિવ ભક્તો દ્વારા ભોળાનાથ ના પ્રસાદ સ્વરૂપે ભાંગ નું ગ્રહણ કર્યું હતું..રાત્રી ના સમયે મહાઆરતી યોજવામાં આવશે .. ભગવાન શિવ ની રાત્રી નો લહાવો લેવા ભક્તો મોટી સંખ્યા માં દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવી હતી .
