જુનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝડીયા જુનાગઢ જિલ્લા પોલીસવાળા રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે એમ મોરી ની સૂચનાથી સ્ટાફ દ્વારા તાલુકામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખી નેસ્ત નાબૂદ કરવા ખાસ ઝૂબેશ ચાલી રહી હોય જે અંતર્ગત મેંદરડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પર હોય તે દરમિયાન તાલુકાના અમરાપુર કાઠીના ગામે પહોંચતા આ કામના આરોપી સંજયભાઈ દાનાભાઈ ઉંમર વર્ષ 33 રહે ગુંદિયાળી શંકર મંદિર પાસે તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ વાળા દ્વારા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ ઈંગ્લીશ પીવાના દારૂની રોયલ ચેલેન્જ પ્રીમિયમ વિસ્કી 750 ml ની ફોર સેલ ઇન દાદર અને દમણ લખેલ દારૂની બોટલ લાગે તો કિંમત રૂપિયા 400 ના પ્રોહિત મુદ્દા માલ સાથે મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતની ફરિયાદ સંજયભાઈ દાનાભાઈ નામના યુવાન સામે નોંધવામાં આવી છે જે અંગેની તપાસ હાલ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ભરત બજાવી રહેલા હેડ કોસ્ટેબલ પી જી જંકાત ચલાવી રહ્યા છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
