સુરેન્દ્રનગર જીલ્લામાં થી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન ગેરકાયદેસર કેમિકલ તેમજ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ અને વેચાણના બનાવો વધી રહ્યાં છે. હજુ થોડા દિવસો પહેલા જ ચોટીલા હાઈવે પર રાજકોટ રેન્જ પોલીસે લાખોની કિંમતનું ગેરકાયદેસર પેટ્રોલ સહિતના મુદ્દામાલ સાથે ૦૪ શખ્શોને ઝડપી પાડયા હતા ત્યારે આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગર LCB પોલીસે બાતમીના આધારે સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે આવેલ એક હોટલમાં રેઈડ કરી ગેરકાયદેસર કેમિકલ, ટેન્કર સહિત રૂ. ૪૦.૨૪ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય ત્રણ શખ્શો નાશી છૂટયા હતા…..આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર હાઇવે પર આવેલ હોટલ અને ઢાબાની આડમાં ઇંગ્લિશ દારૂ, ગેરકાયદેસર પેટ્રોલ, બાયોડીઝલનો સંગ્રહ અને વેચાણ જેવી અસામાજીક પ્રવૃત્તિઓ નાબુદ કરવાના ભાગરૂપે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચના થી LCB પી.આઈ એમ.ડી. ચૌધરી સહિતના સ્ટાફે હાઇવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં બાતમીના આધારે સાયલા હાઇવે પર આયા ગામના પાટિયા પાસે આવેલ હોટલ ન્યુ શકિતમાં રેઇડ કરતા ચુડાના ભાણેજડાના ગભરૂભાઇ જાગભાઇ ભાંભળા તેનો સાગરિત કાળુ અને અન્ય એક અજાણ્યો શખ્સ નાસી છૂટયા હતા. જ્યારે પોલીસ ૦૧ ટેન્કરપુછપરછમાં કરતા પોતે યુપીના ઇલાહાબાદના દુબાઇ ગામનો અરશદ અલી હોવાનુ અને તેના માલિકની જાણ બહાર બજારમાં વેચવા ટેન્કરમાં થી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી લેતા હોવાનુ જણાવ્યુ હતુ. જયારે સ્થળ પર થી ૨૪.૦૦૬ મેટ્રીક ટન બેન્જીન કેમીકલ અને ટેન્કર, ખાલી કેરબા, મોબાઇલ, રોકડ સહિત રૂ.૪૦.૨૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.