મુન્દ્રના નાના કપાયામાં અંગ્રેજી માધ્યમના ઉચ્ચ પદ પર નોકરી કરતા ૪૫ વર્ષીય હવસખોર શિક્ષકે તેની શાળામાં જ ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરીને તેને બદનામ કરવાના ભયથી દાગીના તથા નાણાંની માંગણી કરી હતી. આરોપી જય ઠક્કર મૂળ અબડાસા તાલુકાના મોથળા ગામનો છે અને વર્ષોથી મુંબઈ સ્થાઈ થયેલો છે. છેલ્લા ત્રણેક વર્ષથી નાના કપાયામાં શાળામાં નોકરીના અર્થે એકલો વસવાટ કરે છે. આરોપી જય ઠક્કરે કિશોરીને ઊંચું રિઝલ્ટ અપાવવાની લાલચે કિશોરીને રજાના દિવસોમાં પોતાના ઘર બાજુ બોલાવી અને તેના મિત્રના ઘરે લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેણે કિશોરીને બદનામ કરવાની ધમકી આપીને તેના જ ઘર માંથી નાણાં અને ૧.૨૦ લાખના દાગીના ચોરી કરવા માટે મજબૂર કરી. કિશોરીના માતાપિતાએ ચોરી અંગે કપાયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શંકા તેની પુત્રી પર આવી ત્યારે કિશોરીની માતાએ તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા કિશોરીએ તેના સાથે થયેલું દુષ્કર્મ અને ચોરીની બધી હકીકત કહી અને હવસખોર શિક્ષકનો પર્દાફાશ થયો. ઘટના સંદર્ભે પીઆઈ એમ.આર.બારોટે કિશોરીની માતાએ નોંધાવેલ ફરિયાદના આધારે જય ઠક્કર સામે દુષ્કર્મ અને પોકસો તળે ગુનો નોંધી તેને રાઉન્ડ અપ કરી લીધેલો છે . બનાવની ગંભીરતા સમજીને ખાનગી સ્કૂલે જય ઠક્કરને તત્કાળ અસરથી ડિસમિસ કરી દીધો છે. આરોપીએ દાગીના મુન્દ્રના એક સોનીને વેચ્યા હોવાનું કબૂલ કર્યું છે.