દરેક ગૃહિણીઓ રસોડામાં વંદાના ત્રાસથી કંટાળી ગઇ હોય છે. વંદાને કારણે રસોડામાં પડેલી ખાવાની વસ્તુઓ પણ તમારે અનેક ઘણી સાચવવી પડે છે. આમ ઘરમાંથી વંદાને કાઢવા ખૂબ જ જરૂરી છે. અનેક છોકરીઓ તો વંદાને કાઢતા પણ ડરતી હોય છે. આમ, જો તમે વંદાને કાઢવા માટે આ ઉપાયો કરશો તો વંદા ઘરમાંથી બહાર જતા રહેશે અને તમને શાંતિ પણ થશે.
લવિંગ
મોટાભાગના લોકો લવિંગનો ઉપયોગ ભોજનમાં કરતા હોય છે. પણ શું તમે જાણો છો વંદાને ભગાડવા માટે લવિંગ સૌથી સારો ઓપ્શન છે? તો આજે અમે તમને જણાવી દઇએ કે વંદાને ભગાડવા માટે તમે કેબિનેટ, કિચન જેવી અનેક જગ્યાઓએ લવિંગ મુકી દો. લવિંગ મુકવાથી વંદા આપોઆપ ઘરની બહાર નિકળી જશે અને તમે રાહત પણ અનુભવશો.
રેડ વાઇન
વંદાને ભગાડવા માટે તમે રસોડામાં કેબિનેટની અંદર એક વાટકીમાં 1/3 વાઇનથી ભરી લો. વાઇન રાખવાથી વંદા તરત રસોડામાંથી ભાગી જાય છે.
બેકિંગ પાઉડર
રસોડામાં રહેતા વંદાને ભગાડવા માટે તમે બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ પાવડરને તમે જ્યાં વંદા વધારે નિકળે છે ત્યાં મુકી રાખો જેથી કરીને ત્યાં વંદા નહિં આવે. બેકિંગ પાઉડરને તમારે 10-15 દિવસે બદલવાનો રહેશે.
તમાકુ અને કોફી પાઉડર
વંદાને ભગાડવા માટે કોફી અને તમાકુ સૌથી બેસ્ટ છે. જો તમે રસોડામાં નાની-નાની જગ્યાએ તમાકું અને કોફી પાઉડર મુકી રાખો છો તો ઘરમાં રહેલા બધા વંદા બહાર નિકળી જશે અને તમને રાહત પણ થશે.
ડુંગળી
વંદાને ભગાડવા માટે તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો અને તેનો રસ બનાવી લો. જ્યાં જ્યાં વંદા આવતા હોય ત્યાં આ રસ લગાવી દો અને 4-5 દિવસે સફાઇ કરી લો.
