Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો

Anger Management Tips: ગુસ્સો એક પ્રકારનું ઈમોશન છે જે કોઈને પણ આવવું સ્વાભાવિક છે. પણ ક્યારેક ગુસ્સામાં ઘણું બધું હાથમાંથી નીકળી જાય છે. ગુસ્સામાં આપણે આપણા પણથી કાબૂ ગુમાવી બેસીએ છીએ. અપશબ્દો બહાર આવે છે, જે તમારી સામેની વ્યક્તિને ન માત્ર નુકસાન પહોંચાડે છે, પરંતુ આ સાથે તમે તમારી જાતને પણ નુકસાન પહોંચાડો છો. ઘણી વખત વાંધાજનક વાતો કરવા બદલ દંડ ફટકારવામાં આવે છે. જો તમે તમારા પ્રિયજનો પર ગુસ્સો કરો છો, તો પછી સંબંધ બગડી જાય છે, જે બાદમાં પસ્તાવો કરીને કે પછી સોરી બોલીને પણ સુધારી શકાતો નથી. એટલા માટે તેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી છે. તમારી વાત સામેવાળી વ્યક્તિની સામે શાંતિથી રાખો. જો તમને પણ ખૂબ જ ગુસ્સો આવે છે અને તમે કંઇક ખોટું કરો છો, તો અમે તમને ગુસ્સાના નિયંત્રણ માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.

આ ટિપ્સ વડે ગુસ્સાને કરો શાંત 

1. જો તમને કોઈ પણ વ્યક્તિ પર ખૂબ ગુસ્સો આવે છે અથવા તમને કોઈ વાત બિલકુલ ગમતી નથી, તો તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો અને થોડા સમય માટે ત્યાંથી દૂર થઈ જાઓ. આ તમારા ગુસ્સાને શાંત કરશે અને તમે તેને શાંત રીતે ઠીક કરી શકશો
 
2. એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યારે પણ તમને ખૂબ ગુસ્સો આવે છે ત્યારે તમારે મૌન રહેવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે જ્યારે તમારો ગુસ્સો ખૂબ જ વધારે હોય છે, ત્યારે તમે ઘણી બધી ખોટી વાતો કહો છો, અને પછી તમારે તેની કિંમત ચૂકવવી પડે છે. જો તમે મૌન રહેશો તો તમારી સામેની વ્યક્તિ વધારે બોલી શકશે નહીં અને પછી મામલો થાળે પડી જશે.
 
3. જો તમને ખૂબ જ ગુસ્સો આવે છે, તો તમારા મનમાં કાઉન્ટડાઉન શરૂ કરો. 100 થી 1 સુધી સરળતાથી ગણી શકાય છે. તેનાથી તમારું ધ્યાન ભટકી જશે અને તમારો ગુસ્સો ઓછો થઈ જશે.
 
4. ગુસ્સો એક એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ ઘણીવાર ખોટું પગલું ભરે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમને ગુસ્સો આવે છે, ત્યારે સ્લો મ્યુઝિક સાંભળો અથવા કોઈ એવો મ્યુઝિક સાંભળો જે તમારા હૃદયની ખૂબ નજીક હોય. આ તમને ગુસ્સા પર નિયંત્રણ રાખવામાં મદદ કરશે, તમને સકારાત્મક અસર મળશે.
 
5. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો અને ઠંડુ પાણી પીવો. તેનાથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકશો અને તમારું મન પણ શાંત રહેશે.

संबंधित पोस्ट

ભૂલ્યા વગર શરીરના ‘આ’ અંગ પર લગાવો મધ, જડમૂળથી આ બીમારીઓ થઇ જશે ખતમ

Karnavati 24 News

ફોલો કરો આ 4 ટિપ્સ, માત્ર 2 જ દિવસમાં છૂટી જશે તમારા બાળકની સ્માર્ટફોન જોવાની લત

Karnavati 24 News

अगर आप बालों की ग्रोथ बढ़ाना चाहते हैं तो इस आसान उपाय को जरूर अपनाएं

Admin

કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને કેવી રીતે બનાવવું.

Karnavati 24 News

त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं

Admin

કોણીઓ અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે આ ટિપ્સ અનુસરો, પછી જુઓ કમાલ…

Karnavati 24 News
Translate »