Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સફેદ વાળને નેચરલી રીતે કાળા કરવા આ દેશી ઉપાયો છે બેસ્ટ, નહિં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

કાળા અને સિલ્કી વાળ દરેકને ગમતા હોય છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ વ્હાઇટ થવા લાગ્યા છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે અનેક લોકો નવી-નવી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ આ બધી પ્રોડક્ટ્સને ક્યાંકને ક્યાંક તમારી સ્કિનને નુકસાન કરે છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાક દેશી ઉપાયો જે તમારા વાળને કાળા કરશે અને સાથે સિલ્કી પણ કરશે.

વાળને કાળા કરવા માટે આમળા-મેથીનો આ ઉપાય સૌથી કારગર છે. સૂકવેલા આમળાનો પાઉડર બનાવી લો. ત્યારબાદ મેથીના દાણાને પલાળેલી મિક્સરમાં પીસી લો અને આની સ્મુધ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ આ પેસ્ટને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો. આમળામાં વિટામીન સીનો ભરપૂર સ્ત્રોત હોય છે જે વાળને કાળા કરવાનું કામ કરે છે. તમે એક મહિનો સતત આ પ્રોસેસ કરો છો તો તમારા વ્હાઇટ હેર કાળા થવા લાગે છે.
વાળને કાળા કરવા માટે લીમડાના પાન અને નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. આ તેલ બનાવવા માટે સૌ પ્રથમ કઢી પાંદડાને ઉકાળો અને તેને ઠંડુ થવા દો. ઠંડુ થઇ જાય પછી એમાં એક ચમચી નારિયેળ તેલનું મિક્સ કરો. હવે આ તેલને રોજ રાત્રે વાળમાં નાંખો. આ તેલ વાળમાં નાંખવાથી વાળ લાંબા સમયે કાળા થશે અને સાથે સિલ્કી પણ થશે.
વાળ કાળા કરવા માટે કાળી ચા સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ગ્લાસ પાણી લો અને એમાં 2 ચમચી બ્લેક ટીની પત્તી લો, હવે એમાં એક ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણને બરાબર ઉકાળો અને ઠંડુ થવા દો. ત્યારબાદ આને તમારા સફેદ વાળ પર લગાવો. તમને જણાવી દઇએ કે આ દેશી ઉપાયોની કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.

संबंधित पोस्ट

જો તમારા ઘરના અલમારી પર અરીસો છે, તો જાણો તેના દોષ.

Karnavati 24 News

પિરીયડ્સ સમયે બહુ થાય છે દુખાવો? તો રોજ એક કટકો ખાઓ ગોળ, જાણો બીજા ફાયદાઓ

Karnavati 24 News

કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ

Admin

ટાઇટ કપડા પહેરતા લોકો સાવધાન, નહિં તો સ્વાસ્થ્યની થશે આવી દશા

Karnavati 24 News

Appleએ આપ્યો ઝટકો, સૌથી સસ્તા 5G IPhoneની કિંમતમાં કર્યો વધારો, હવે તમારે ખર્ચવા પડશે આટલા પૈસા, જાણો વિગત

Karnavati 24 News

આ સમયે દરરોજ ખાઓ 1 કિવી, વજન ઉતરી જશે સડસડાટ અને સાથે થશે આ ફાયદાઓ પણ

Karnavati 24 News