નાભિ પર મધ લગાવવાથી સ્કિનથી લઇને હેલ્થ જેવી અનેક સમસ્યાઓ સામે રાહત મળે છે. આર્યુવેદ અનુસાર નાભિ પર મધ લગાવવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી હંમશ માટે છૂટકારો મેળવી શકાય છે. જો તમે મોં પર થતા ખીલથી હવે કંટાળી ગયા છો તો આજથી જ નાભિ પર મધ લગાવવાનું શરૂ કરી દો અને ફેસને કરી દો એકદમ ક્લિન. તો જાણી લો તમે પણ નાભિ પર મધ લગાવવાથી શરીરને થતા આ અઢળક ફાયદાઓ વિશે.
ખીલ, કાળા ડાધ જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે
સ્કિનને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવા નાભિ પર આજથી જ મધ લગાવાનું શરૂ કરી દો. નાભિ પર મધ લગાવવાથી સ્કિન સોફ્ટ અને ચમકદાર બને છે. સાથે ત્વચાની શુષ્કતા દૂર કરે છે. તમે નહિં જાણતા હોવ કે મધમાં ભેજયુક્ત ગુણ હોય છે જે સ્કિન માટે ખૂબ હેલ્ધી હોય છે.
ઇન્ફેક્શન સામે રક્ષણ
મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે જેના કારણે શરીરમાં થતા અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. આ સાથે મધનું સેવન કરવાથી શરદી અને ફ્લૂમાં પણ રાહત મળે છે. આ માટે તમે એક ટીપું આદુના રસમાં મધ મિક્સ કરો અને પછી રાત્રે સૂતી વખતે નાભિમાં લગાવો.
કબજિયાત સામે રાહત
આજકાલ અનેક લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે. આમ, જો તમે પણ કબજિયાતની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છો તો રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જ તમે રોજ રાત્રે જો નાભિ પર મધ લગાવીને સૂઇ જશો તો કબજીયાતની સમસ્યામાંથી થોડા જ દિવસોમાં રાહત મળી જશે. જો તમને પણ કબજિયાતની સમસ્યા છે તો મોડુ કર્યા વગર આજથી જ નાભિ પર મધ લગાવવાનું શરૂ કરી દો.
જાણો ક્યારે અને કેવી રીતે નાભિમાં મધ લગાવશો
ઓછામાં ઓછા 1-2 કલાક આરામ કરવા જઈ રહ્યા હોવ ત્યારે ખાસ નાભિ પર મધ લગાવીને સૂઇ જાવો. આ સિવાય જો તમે રાત્રે નાભિ પર મધ લગાવીને સૂઇ જશો તો અનેક બીમારીઓમાંથી આપોઆપ છૂટકારો મળી જશે. તમને જણાવી દઇએ કે મધમાં રહેલા હાજર ગુણો હેલ્થને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે.