



એલન મસ્કની કાર ટેસ્લાની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. ભારતીય બજારમાં પણ ટેસ્લા આવવાની છે. ટેસ્લા કારને ભવિષ્યની કાર ગણાવનારા એલન મસ્કની કારની ખુબી લોકો જણાવે છે પણ એક ગ્રાહકે ટેસ્લાની કમી ગણાવતા કારની એવી હાલત કરી કે એલન મસ્ક પણ ચોકી ગયા હશે.
આ ઘટના ફિનલેન્ડની છે. થૉમસ કેટાઇનિને ટેસ્લાની S (Tesla Model S)ક્લૉસ કાર ખરીદી હતી જ તેમના અનુસાર 1500 કિલોમીટર સુધી સારી ચાલી હતી. થૉમસ ગાડીથી ખુશ હતા પણ અચાનક એક દિવસ ગાડીમાં એરર કોર્ડ આવવા લાગતા કાર બંધ થઇ ગઇ હતી.
થૉમસ અનુસાર, તેણે ગાડીને ટો કરાવી હતી અને ટેસ્લાના સર્વિસ સ્ટેશનમાં લઇ ગયો હતો. ટેસ્લા સર્વિસ સ્ટેશન પર એક મહિના સુધી ગાડી ઉભી રહી હતી. એક મહિના પછી તેને સર્વિસ સેન્ટરથી ફોન આવ્યો કે તેણે ઘણા પ્રયાસ કર્યા પરંતુ કાર બરાબર થઇ શકી નહતી જેને કારણે કારનું બેટરી પેક બરાબર કરવુ પડશે જેની માટે તેણે $22,480 ( આશરે 17 લાખ રૂપિયા) આપવા પડશે.
થૉમસનું મગજ ખરાબ થઇ ગયુ અને તેણે ગાડીને બોમ્બથી ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. થૉમસે રિપેરિંગ સેન્ટરને કહ્યુ કે તે પોતાની કાર લેવા આવી રહ્યો છે. કાર લઇને થૉમસ જાલા પહોચ્યો હતો જે બરફથી ઢંકાયેલુ ગામ છે. ટેસ્લા કારને બોમ્બથી ઉડાવવા માટે થૉમસે 30 કિલો ડાઇનામાઇટની વ્યવસ્થા કરી હતી અને કારને ચારે તરફ લગાવી દીધી હતી. ટેસ્લાને બોમ્બથી ઉડાવતા જોઇ કેટલાક લોકો ભેગા થઇ ગયા હતા જેમાં એક યૂ ટ્યુબર પણ હતો જેને થૉમસને આખો વીડિયો શૂટ કરવાની પરવાનગી માંગી હતી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દેખાઇ રહ્યુ છે કે કેવી રીતે ટેસ્લા કારને એલન મસ્કના પુતળા સાથે ઉડાવવામાં આવી રહી છે.