હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, ત્યારે પ્રેમી-પ્રેમિકાની સાથે-સાથે મેરિડ કપલ્સ પણ એકબીજા સાથે પ્રેમભર્યો સમય વીતાવી રહ્યા છે. એકબીજાને ચોકલેટ, ગુલાબ, ટેડી બીયર જેવી અનેક ગિફ્ટસ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર લગ્ન કરેલા કપલે એમના બેડરૂમમાં અનેક નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ નાની-નાની વાતોનું ધ્યાન રાખતા નથી તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગે છે. આમ જો વાસ્તુ અનુસાર તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો ઝઘડા નહિં થાય અને પ્રેમમાં પણ વધારો થશે.
બેડરૂમની સફાઇનું ધ્યાન રાખો
પતિ-પત્નીએ હંમેશા પોતાના બેડરૂમને સાફ રાખવો જોઇએ. વાસ્તુ અનુસાર બેડરૂમમાં ટીવી તેમજ બીજી ઇલેક્ટ્રોનિક સામાન પણ રાખવો જોઇએ નહિં. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વસ્તુઓ તમારામાં નેગેટિવિટી ફેલાવે છે. આ કારણે પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે છે.
બેડરૂમમાં ગાદી આ ટાઇપની રાખો
વાસ્તુ અનુસાર બેડ પર મુકવામાં આવેલી ગાદી હંમેશા એક હોવી જોઇએ. ગાદી વચ્ચેથી અલગ હોય તો પતિ-પત્ની વચ્ચે તકરાર થાય છે. આ માટે ગાદી હંમેશા એક હોય તો પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને રોમેન્ટિક વાતાવરણ પણ ઉભું થાય છે.
રૂમમાં તસવીર લગાવતી વખતે ખાસ રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર બેડરૂમમાં લાગેલી તસવીર જીવનમાં ઊંડી અસર પાડે છે. દરેક કપલે પોતાના બેડરૂમમાં પોતાનો અથવા પરિવાર સાથેનો હસતો ફોટો લગાવવો જોઇએ. આમ, પ્રેમનું પ્રતીક માનવામાં આવતા રાધા-કૃષ્ણાની તસવીર પણ લગાવી શકો છો. આ સિવાય તમે હંસ, મોર, મોરની તેમજ કોઇ શોપીસ પણ લગાવી શકો છો. પોતાના બેડરૂમમાં ક્યારે પણ નદી, તળાવ, ડૂબતા જહાજ જેવી તસવીર લગાવવી જોઇએ નહિં. આ તસવીર લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને સાથે આર્થિક સંકટ પણ આવી શકે છે.