Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સવારના બ્રેકફાસ્ટમાં બનાવીને પીવો Apple Shake, આખો દિવસ Energetic રહેશો

દિવસની શરૂઆત સારા બ્રેકફાસ્ટથી થાય છે તો આખો દિવસ તમારો સારો રહે છે અને તમારામાં સ્ટેમિના પણ બની રહે છે. તમે એપ્પલ શેક મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં શામેલ કરો છો તો તમારી દિનચર્યાને તમે વધારે સારી બનાવી શકો છો. એપ્પલમાં ભરપૂર માત્રામાં વિટામીન્સ, મિનરલ્સ અને ઘણાં બધા પોષક તત્વો એવા હોય છે જે તમારી બોડી માટે અનેક રીતે ફાયદો કરે છે. સવારમાં ઉઠીને તમે એપ્પલ શેક પીવો છો તો તમારું શરીર સ્વસ્થ રહે છે અને પૂરતું પોષણ પણ મળી રહે છે. આ ડ્રિંક હેલ્ધીની સાથે-સાથે ટેસ્ટી પણ એટલું જ હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો એપ્પલ શેક…

સામગ્રી

250 ગ્રામ દૂધ

3 થી 4 એપ્પલ

2 થી 3 બદામ

2 ચમચી ઇલાયચી પાઉડર

2 ચમચી ખાંડ

4 થી 5 આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત

  • એપ્પલ શેક બનાવવા માટે સૌ પ્રથમ સફરજનને ધોઇ લો અને એના કટકા કરી લો.
  • સફરજન સમારો ત્યારે એમાંથી બી નિકાળી દો.
  • કટ કરેલા સફરજનને મિક્સર જારમાં નાંખો.
  • ત્યારબાદ મિક્સર જારમાં બદામ અને દૂધ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો. બદામને ઝીણી સમારી લેવી.
  • ગ્રાઇન્ડ બરાબર થઇ જાય એટલે મિક્સરનું ઢાંકણ ખોલીને એમાં થોડુ દૂધ અને ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  • ત્યારબાદ આમાં ખાંડ મિક્સ કરો.
  • ખાંડ નાંખ્યા પછી મિક્સર એકવાર ચન કરી લો.
  • ત્યારબાદ આઇસ ક્યૂબ્સ નાંખીને ફરીથી મિક્સર ફેરવી લો.
  • હવે આ બધુ જ મિશ્રણ એક વાર ચમચીથી હલાવી દો અને પછી ફરીથી ગ્રાઇન્ડ કરી લો.
  • તો તૈયાર છે સ્મુધ અને ક્રીમી શેક.
  • તો તમે પણ આ ઠંડા-ઠંડા એપ્પલ શેકની મજા લો.
  • જો તમારે શેક વધારે ઠંડો કરવો હોય તો તમે ઉપરથી ગ્લાસમાં પણ આઇસ ક્યૂબ્સ નાંખી શકો છો.
  • આ એપ્પલ શેક તમે ઉપવાસમાં પીવો છો તો તમારામાં આખા દિવસની સ્ટેમિના રહે છે અને તમારા બોડી માટે હેલ્ધી પણ સાબિત થાય છે.

संबंधित पोस्ट

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

Karnavati 24 News

માતા પિતા માટે સાવચેતી : સુરતમાં બાળકોના હાથ, પગ, જીભ પર ચાંદાંની બીમારી

Karnavati 24 News

એક્સપાયરી ડેટ પછી પણ નથી ખરાબ આ વસ્તુઓ, જાણો કઈ કઈ વસ્તુઓ લિસ્ટમાં સામેલ છે

Karnavati 24 News

શિયાળામાં, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Karnavati 24 News

યુવાઓ ભારત માટે સ્પષ્ટ લાભ બની શકે છે ,જાણો અમારી સાથે.

Karnavati 24 News

કાલે ખાનગી હોસ્પિટલના અંદાજિત 30થી 40 હજાર જેટલા ડૉક્ટરો હડતાળ પર જશે

Karnavati 24 News
Translate »