Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ઘરે બનાવો આ LIPS CREAM, માત્ર અઠવાડિયામાં હોંઠ થઇ જશે મુલાયમ અને ગુલાબી-ગુલાબી

 

ઘણી બધી છોકરીઓ કાળા હોંઠને કારણે શરમ અનુભવતી હોય છે. આ પાછળનું કારણ ખરાબ ક્વોલિટીની લિપસ્ટિક લગાવવી, રાત્રે ઊંઘતા પહેલા હોંઠને ક્લિન ના કરવા તેમજ બીજા અનેક કારણો પણ હોઇ શકે છે. આમ, આ સમસ્યામાંથી બચવા માટે ઘણી છોકરીઓ રૂટિનમાં લાઇટ કલરની લિપસ્ટિક લગાવતી હોય છે જેના કારણે હોંઠ કાળા ના દેખાય.

જો તમે આ સમસ્યાને હંમેશ માટે દૂર કરવા ઇચ્છો છો તો હવે ઘરે જાતે જ આ લિપ ક્રીમ બનાવી શકો છો, જે માત્ર અઠવાડિયામાં જ તમારા હોંઠને મુલાયમ અને ગુલાબી કરે છે. તો જાણી લો તમે પણ આ હોમમેડ લીપ ક્રીમ કેવી રીતે ઘરે બનાવશો.

ગુલાબ અને શિયા બટરમાંથી તૈયાર કરો ક્રીમ
હોંઠ પરની કાળાશને દૂર કરવા માટે આ ક્રીમ સૌથી સારી છે. આ ક્રીમ તમારી હોંઠની કોમળતા પાછી લાવે છે અને હોંઠ પરની કાળાશને દૂર કરે છે.

આ ક્રીમ બનાવવા માટે 4 ચમચી નારિયેળનું તેલ, 2 ચમચી શિયા બટર અને 2 ચમચી પીગાળેલું મીણ લો. ત્યારબાદ આમાં 2 ગુલાબની પાંખડીના ટુકડા કરીને નાખો અને ત્યારબાદ કોઇ એર ટાઇટ નાના ડબ્બામાં ભરીને એને ઠંડુ થવા દો. તો તૈયાર થઇ ગઇ તમારી લીપ ક્રીમ. આ લીપ ક્રીમ તમે દિવસમાં 2-3  વાર હોંઠ પર લગાવો. માત્ર અઠવાડિયામાં જ તમને હોંઠ પર ફરક જોવા મળશે.

ગ્લિસરીન અને લીંબુમાંથી તૈયાર કરો ક્રીમ

આ ક્રીમ બનાવવા માટે 1 ચમચી ગ્લિસરીન અને 2-4 ટીપાં લીંબુનો રસ લઇને બરાબર મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલી ક્રીમને હોંઠ પર 2 મિનિટ સુધી મસાજ કરો. આ પ્રોસેસ તમારે રોજ રાત્રે કરવાની રહેશે.

જો તમે આ ક્રીમ રેગ્યુલર લગાવશો તો તમારા કાળા હોંઠ ગુલાબી થવા લાગશે અને સાથે-સાથે હોંઠ મુલાયમ પણ થશે. ઘરે બનાવેલી આ ક્રીમમાં કોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી જેના કારણે તમારા હોંઠને બીજુ કોઇ પણ પ્રકારનું નુકસાન થતુ નથી.

 

संबंधित पोस्ट

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ 20 રૂપિયાની આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

Admin

શું તમે ડિયોડ્રેંટ લગાવવાના શોખીન છો, તો જરૂરથી જાણો આ જરૂરી વાત….

Karnavati 24 News

 2017 के बाद से गोवा में आधे से ज्यादा विधायकों ने बदल ली पार्टी

Karnavati 24 News

કોણીઓ અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે આ ટિપ્સ અનુસરો, પછી જુઓ કમાલ…

Karnavati 24 News

त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो

Admin