સોનગઢના ચીખલી ભેંસરોટ વિસ્તારમાં આવેલ સ્ટોન કવોરીના માલિકે આદિવાસી ખેડૂતને જાડા કેબલથી ફટકાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જોકે સ્ટોન કવોરીના માલિકે ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપી જાતી વિરુદ્ધ અપશબ્દો બોલતા સમગ્ર મામલો સોનગઢ પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે સાથે જ સ્ટોન કવોરીના માલિક સામે સખત કાર્યવાહીની માંગ ઉઠી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટમાં રહેતો અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતો આદિવાસી ખેડૂત જગનભાઇ રડતીયાભાઈ ગામીતના ખેતરની બાજુમાં આવેલ ગુરુકૃપા સ્ટોન કવોરી માંથી દરરોજ ધૂળ ઉડીને આવતી હોય, જેથી ગત તા.૨જી ફેબ્રુઆરી ૨૦૨૨ નારોજ આશરે ૪:૩૦ કલાકના અરસામાં ખેતરમાં ખુબજ ધૂળ ઉડતી હોવાની રજૂઆત કવોરીના માલિકને કરવા માટે ગયા હતા. જોકે તે સમયે ગુરુકૃપા સ્ટોન કવોરીના માલિક ગગજીભાઈએ જગનભાઈ ગામીતને જાડા કેબલથી મારમારી લડાઈ-ઝગડો કરી માર માર્યો હતો. એટલું જ નહીં તમે આદિવાસી લોકોએ અમારી સ્ટોન કવોરી માં આવવાનું નહી કહી જગનભાઇ ગામીતને જાતિ વિરૂધ્ધ પણ અપશબ્દો બોલી હવે પછી જો મારા કવોરી પર પાછા ખાવશો તો ખુબજ માર મારીશ એવી ઘાક-ધમકી આપી હતી. બનાવ અંગે જગનભાઇ રડતીયાભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે અરજી કરી કરી હતી. જોકે બાદમાં કવોરીના માલિકે પણ જગનભાઇ વિરુદ્ધ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.