Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ગેરકાયદેસર વસૂલી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ મામલે આમ આદમી પાર્ટી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી અને ભ્રષ્ટાચાર જ વહીવટી કામો ના પર્યાય બની ગયો છે જનપ્રતિનિધિઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ મામલે જુનાગઢ આમ આદમી પાર્ટીએ એસપી મારફત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ને આવેદનપત્ર આપી વસૂલી અને ભ્રષ્ટાચાર માં લિપ્ત પોલીસ અધિકારીઓની ડિસમિસ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનો એ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાથી રેલી કાઢી અને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ માં જે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગણી કરી છે સમગ્ર ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી માંગ કરી છે

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News

98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

Admin

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin
Translate »