જામનગરમાં જીલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે તતડીયા વાડી સીમમા દંપતી અને તેના પુત્ર પર બાજુમાં વાડી ધરાવતા પિતા-પુત્રોએ બોલાચાલી કરી હુમલો કરી સખ્ત માર મારતા ત્રણેયને ઈજા પહોચાડી નાશી ગયા હતા. વોકળામાંથી પાણી વાળવા બાબતના મનદુઃખને લઈને ત્રણેય સખ્સોએ મારામારી કરી કોળી પરિવારને ઈજા પહોચાડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર જીલ્લાના રાજકોટ રોડ પર આવેલ ધ્રોલ તાલુકા મઠ નજીક દેડકદળ ગામે તતડીયા વાડી સીમમાં વાડી ધરાવતા લીલાબેન હકાભાઇ જાંખેલીયા પર અને તેના પતિ હકાભાઇ તથા પુત્ર પર આજ ગામના અને બાજુમાં જ વાડી ધરાવતા જયવંતસિંહ ગોવુભા જાડેજા, નરેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજા, વિમલસિંહ જયવંતસિંહ જાડેજાએ જેમ ફાવે તેમ ભુડી ગાળો આપી, લાકડીના ધોકા વડે પ્રહાર કરી લીલાબેનને જમણા હાથે ફેક્ચર જેવી ગમ્ભીર ઇજા કરી તથા તેણીના પતિ તથા દિકરાને ઢીકાપાટુથી માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે તેણીએ પોલીસમાં જાણ કરી પોતાની સારવાર કરાવી હતી. મારામરીના બનાવના લઈને ધ્રોલ પોલીસે સ્થળ પર પહોચી પંચનામું કરી તપાસ કરી હતી. પોલીસે ત્રણેય પિતા પુત્રો સામે ઇ.પી.કો.કલમ ૩૨૩,૩૨૫,૧૧૪,૫૦૪,૫૦૬(૨),તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં મહિલાની વાડીની બાજુમા આવેલ પાણીના વોકળામાથી તેણીની પોતાની વાડીમા પાકને પાણી પાતા હતા ત્યારે આરોપી જસવંતસિંહ તે વોકળામાથી ગટર કરી પાણી લઇ જતા હતા તેથી તેણીએ તેને ના પાડી હતી. જેથી સારું નહી લાગતા આ બાબતના મનદુઃખ ને લઈને હુમલો કર્યો હતો.