આમ તો પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા રહ્યા નથી.ત્યારે હાલમાં તે દેશના પ્રથમ કક્ષાના ઉદ્યોગપતિ મિયા મોહમ્મદ મંશાએ એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં પાકિસ્તાનમાં નિશાત ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતીના કાર્યક્રમમાં ભારત દેશના પી એમ નરેન્દ્ર મોદી પર નિવેદન આપતા કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ગુપ્ત મંત્રણા ચાલી રહી છે. તેમની વચ્ચે બેકડોર ડિપ્લોમસી હેઠળ વાતચીત ચાલુ છે અને આ મંત્રણાની જાણકારી મારી પાસે છે. આ ઉપરાંત મમતાએ કહ્યું કે જો પાકિસ્તાન સાથેના સંબંધો ભારતના સુંદર છે તો એક મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન આવશે શુ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ નો અંત આવશે- મંશા નિશાત ગ્રુપના ચેરમેન એવા ફોર્બસ લિસ્ટમાં સામેલ છે તેવા પાકિસ્તાનના 7 ઉધોગપતિઓમાંના એક મંશાએ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે સંબંધો સુધારવાની પણ અપીલ કરી છે. તેમણએ કહ્યું કે આપણે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવી શકીએ. મંશા પાકિસ્તાનના રાજકારણ માં કઈ નથી પરંતુ તેમના બધા નેતા સાથે સબંધ સારા છે. એક જાહેર કાર્યક્રમમાં આપ્યું નિવેદન પાકિસ્તાન બહુરાષ્ટ્રીય કંપની નિશાત ના મુખ્ય મિયા મોહમ્મદ મંશાએ બુધવારે લાહોર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં ઉઘ્યોપતી ઓની અને વ્યાપારી ઓની સભા મળી જેમાં તમનર કહ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે તે જરૂરી છે નહિતર આનો લાભ બીજા લઈ જશે
