Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહાશિવરાત્રીથી પ્રારંભાયેલો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસાપાત્ર


નર્મદા જિલ્લામાં પાંચ દિવસ ચાલેલો દેવમોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

લોકડાયરાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરતું નર્મદા જિલ્લા માહિતી વિભાગ

(જી.એન.એસ) તા. 1

રાજપીપલા,

આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યમપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. મહા શિવરાત્રીથી પ્રારંભાયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવન ભૂમિ પર પધારીને પાંડોરી માતાના દર્શન કર્યા હતા.

નોંધનીય છે કે, નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું. પોલીસ વિભાગ રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભું કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી.

આકસ્મિક ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબુમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પુરતી વ્યવસ્થા ગોઠવી હતી. શ્રી મોમાઈ દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાતદિવસ મેળાના સુચારું આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ઉપરાંત, દેવમોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ૪૦૦ સ્વયંસેવકોએ મોબિલાઈઝેશન કર્યું હતું.

જો કે, નર્મદા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારના માર્ગદર્શન હેઠળ મહિસાગર જિલ્લાના કલાકારો દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓને લોકડાયરાના માધ્યમથી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. ઉપરાંત, કર્મયોગીઓ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ, સિદ્ધિઓ-ઉપલબ્ધીઓનો પરિચય કરાવતું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.       

संबंधित पोस्ट

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે આખરે યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો

Gujarat Desk

ફરી એક વાર અમદવાદ મેટ્રોએ સૌથી વધુ મુસાફરીનો કર્યો રેકોર્ડ

Gujarat Desk

અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા

Gujarat Desk

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

Karnavati 24 News
Translate »