



કોરોના કાળમાં અનેક લોકોની નોકરી, ધંધો છીનવાઇ ગયો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ જો માસ્ક પહેર્યા વિના કોઇને પકડે એટલે સ્વાભાવીક છે ધર્ષણના દ્રશ્યો સર્જાય જ અને આવા અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યા પણ ખરા કે, પોલીસ માસ્ક પહેર્યા વિના બાઇક ચાલક, કારમાં સવાર વ્યક્તિને પકડી અને ધર્ષણ થતા પોલીસ ફરીયાદ પણ થઇ. અંદાજીત ત્રણ મહિન પહેલા સુધી એટલે કે, સપટેમ્બર મહિના સુધી પોલીસે માસ્ક દંડ અંગે કડક કાર્યવાહી કરી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી પોલીસે માસ્ક દંડની કાર્યવાહીમાં થોડી ઢીલાસ આપતા લોકો હવે બેફામ બની માસ્ક પહેર્યા વગર રસ્તા પર રખડતા જોવા મળે છે. જેથી શહેર પોલીસ દ્વારા હવે ફરી એક વખત માસ્ક દંડની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.