(જી.એન.એસ) તા. 6
અમદાવાદ,
અમદાવાદના વાસણા ખાતે આગની ભીષણ ઘટના સામે આવી છે. વાસણાના જીવરાજ મહેતા પાર્ક નજીક આગની આ ઘટના બની છે. જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં એસીમાં ભરવાના ગેસના બાટલા ઘરમાં રાખવામાં આવતા હોવાનું બહાર આલવ્યું છે.
રહેણાંક મકાનમાં લાગેલી આગ જોતજોતામાં આજુબાજુમાં પણ પ્રસરી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
ધારાસભ્ય અમિત ઠાકરને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘરમાં ઘટના સમયે 5 લોકો હાજર હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગનાં અધિકારીઓએ આગ લાગવા બાબતે તપાસ શરૂકરી છે. તેમજ આગ વધુ ફેલાતા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનો બળીને ખાક થઈ ગયા હતા.
બીજી તરફ પોલીસનો પણ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ લાગ્યાના સ્થળથી ભીડને દૂર ખસેડી હતી. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં એક નું મોત નીપજ્યું છે. તેમજ પોલીસનાં ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.