ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનાર વન ડે શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયા પર કોરોનાની માર જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. બુધવારે 4 ખેલાડી સહિત 8 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. પસંદગીકારોએ ઓપનર મયંક અગ્રવાલના વન ડે શ્રેણી માટે ટીમ સાથે જોડાવાની જાહેરાત કરી હતી.ભારત વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 6 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ત્રણેય વન ડે મેચ આ મેદાનમાં જ રમાશે. સોમવારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોચી હતી. બુધવારે ઓપનર શિખર ધવનના કોરોના સંક્રમિત થવાની જાણકારી બીસીસીઆઇએ આપી હતી. મયંક અગ્રવાલને ટીમમાં જોડવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા સાથે તે ઇનિંગ્સની શરૂઆત કરશે.મયંક અગ્રવાલ કરશે કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆતટીમના નિયમિત ઓપનર શિખર ધવન કોરોના સંક્રમિત થઇ ગયો છે અને બીજા ઓપનર કેએલ રાહુલ અંગત કારણને કારણે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડેનો ભાગ નહી હોય. ટીમનો એક અન્ય ઓપનર રિતુરાજ ગાયકવાડ પણ પોઝિટિવ છે. મયંક અગ્રવાલને બીસીસીઆઇએ વન ડે શ્રેણી માટે ટીમ સાથે જોડવાની જાહેરાત કરી હતી. એવામાં સંકેત સ્પષ્ટ છે કે તે કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને વિન્ડીઝ ટીમ વિરૂદ્ધ ઇનિંગ્સની શરૂઆત કરશે.8 સભ્ય કોરોના સંક્રમિતબીસીસીઆઇ તરફથી જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ઓપનર શિખર ધવન અને સ્ટેન્ડ બાય બોલર નવદીપ સૈનીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિતુરાજ ગાયકવાડ પણ પોઝિટિવ છે. મિડલ ઓર્ડર બે્ટસમેન શ્રેયસ અય્યરનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ફિલ્ડિંગ કોચ ટી દિલિપ, સુરક્ષા અધિકારી બી લોકેશ, મસાજ થેરેપિસ્ટ રાજીવ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે.
previous post