જૂનાગઢના ભેસાણ તાલુકાના ઢોળવા ગામમાં રહેતા ભાવેશ રામજીભાઈ બોરડ અને તેના મિત્ર સુરેશભાઈ સાથે રાજકોટ થી જીન્નત ઉર્ફે બોબી અલારખા નામની મહિલા વારંવાર ફોન માં વાત કરતી હતી અને તેણીએ પોતાને તેડી જાવ તેમ કહ્યું છે ભાવેશ વિશાળ હડમતીયા ગામના પાટિયા તેડવા ગયો તે જીન્નત ને બાઈક પર બેસાડી દીધી ત્યારે બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આ મહિલા કોણ છે બીજા ની બૈરી લઈને કેમ ફરો છો તેમ કહી બાઈક રોકાવી અને ભાવેશને બળજબરીથી બાઈક પર બેસાડી અપહરણ કરી જુનાગઢ લાવ્યા અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને મામલો બતાવવા માટે પહેલાં ત્રણ લાખ માગ્યા અને બાદમાં ૧.૨૦ લાખ નક્કી થયા અને ભાવેશનો ભાઈ સુરત હોય તેને ફોન કરી આંગડીયા મારફત પૈસા લગાવ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલી અને વધુ કેટલા લોકો ભોગ બન્યા છે તેની તપાસ હાથ ધરી છે