દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે પત્ની સાથેના આડા સંબધની અદાવતમાં થયેલા ઝઘડામાં દેવગઢ વિધાનસભાના આપના જાહેર થયેલા ઉમેદવાર ભરત વાખળાના ભાઈએ બહાર ગામ જઈ રહેલા ગામના બે વ્યક્તિની બાઈકને રસ્તામાં સ્કોર્પીયો ગાડી વડે મારી નાંખવાના ઈરાદે ટક્કર મારી નીચે પાડી જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ સ્કોર્પીયો ગાડી લઈ હુમલાખોરો નાસી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું હતું.
પત્ની સાથે આડા સંબંધની શંકાએ તકરાર કરી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના વાખળા ફળિયામાં રહેતો ઈશ્વરભાઈ પ્રતાપભાઈ વાખળાએ તેની પત્ની સાથે તેના ગામના બારીયા ફળિયાનો મુકેશભાઈ બાબુભાઈ બારીયા આડો સંબંધ રાખતો હોવાની અદાવત રાખી તકરાર કરી હતી ત્યારબાદ ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામના મુકેશભાઈ બાબુભાઈ બારીયા તથા શૈલેષભાઈ દીપસીંગભાઈ બારીયા બંને જણા એક બાઈક ઉપર બેસીરામપુર ગામેથી લખણપુર ગામે જતા હતા .સ્કોર્પીયોથી બાઈકને ટક્કર મારી પાડી દેતા જીવલેણ ઈજાઓ પહોંચી તે દરમિયાન ઇશ્વર પ્રતાપ વાખળા પોતાની જીજે – ૧૭ – બીએ – ૬૬૬૭ સ્કોર્પિયો ગાડીથી મુકેશ બારીયા તથા તેની સાથેના યુવકને મારી નાંખવાના ઈરાદે બાઈકને ટક્કર મારી નીચે પાડી દઈ જીવલેણ ઈજાઓ પહોંચાડી ગાડી લઇને નાસી ગયો હતો . હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામા આવ્યો આ સંદર્ભે મુકેશભાઇ બાબુભાઇ બારીયા ધાનપુર પોલીસ મથકે ઇશ્વર પ્રતાપ વાખળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.