ગઈકાલે કેન્દ્ર સરકારે બજેટ 2022 રજૂ કર્યું હતું. આ બજેટ બાદ શાસક પક્ષ અને વિપક્ષ તરફથી જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી હતી ત્યારે વિપક્ષ તરફથી આવેલી એક પ્રતિક્રિયા ના ભાગરૂપે નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુપી ટાઈપ એ પ્રકારનું નિવેદન આપતા સમગ્ર મામલો ગરમાયો હતો અને મેરા યુપી મેરા અભિમાન નામથી ટ્વીટર પર મારો ચાલ્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આ બજેટમાં યુપી માટે તો કંઈ નથી આપ્યું પરંતુ આ પ્રકારનું નિવેદન કરી યુપીના લોકોનું અપમાન કરવું યોગ્ય નથી, મેરા યુપી મેરા અભિમાન નામથી તેમને ટ્વીટ કરતા આ ટ્વીટ રી ટ્વીટ થયા હતા અને ટ્વીટર પર ટ્રેડિંગ થયું હતુ
સમગ્ર મામલો રાહુલ ગાંધીના ની ની નિવેદનથી શરૂ થયો હતો. જીરો જેવું બજેટ છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું. રાહુલ ગાંધીને બજેટ સમજાયું નથી, મંત્રી પંકજ ચૌધરીના આ નિવેદન બાદ નિર્મલા સીતારમણએ કહ્યું, તેમને સામાન્ય યુપી પ્રકારનો જવાબ આપ્યો છે. યુપીમાંથી ભાગી ગયેલા સાંસદ માટે આ પૂરતું છે. તેમ કહેતા પ્રિયંકા ગાંધીએ આ વાક્યને પકડી કાઉન્ટ નિવેદન ટ્વીટ કરીને આપ્યું હતું.