ઓમિક્રૉનના વધતા ખતરા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સીન અને એક એન્ટી વાયરલ ડ્રગ્સના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણય પર દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સીન કોર્બેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી-વાયરલ ડ્રગ મોલનુપિરાવિરના ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.
દેશમાં ઓમિક્રૉનનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. એક દિવસમાં સૌથી વધુ 135 કેસ દર્જ થયા છે, જેનાથી કુલ દર્દીની સંખ્યા વધીને 670 થઇ ગઇ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રૉને દસ્તક આપી હતી. બન્ને રાજ્યોમાં કાલે એક એક દર્દી મળ્યા હતા. ઓમિક્રૉનના અત્યાર સુધી 20 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઇ ગયુ છે.
દિલ્હીમાં ગત દિવસે ઓમિક્રૉનના રેકોર્ડ 63 કેસ દર્જ થયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 26, ગુજરાતમાં 24, તેલંગાણામાં 12, રાજસ્થાનમાં 3, ઉત્તરાખંડમાં 3 અને હરિયાણામાં 2 નવા કેસ દર્જ થયા છે.