જૂનાગઢ શહેર અને જિલ્લામાં સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકનાર પર વોચ રાખવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે આવી પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ધંધુકામા યુવાનની હત્યા બાદ સોશિયલ મીડિયામાં અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિઅલ મીડિયામાં મૂકી શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરવામાં આવે છે આવા તત્વો પર વોચ રાખવા માટે જૂનાગઢ જિલ્લામાં પોલીસે સાઈબર સેલ અલગ અલગ ટીમો બનાવી છે આ ટીમ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ જેવી એપ પર નજર રાખશે અને વાંધાજનક પોસ્ટ સોશિઅલ મીડિયામાં મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાયબર સેલ ની ટીમ દ્વારા આવી પ્રવૃત્તિ કરનારાઓ પર વોચ રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે