Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા , કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે . જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર – કન્યાના માતા પિતા , વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ , મંડપ સર્વિસવાળાસ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર વગેરે તમામ મદદગારી કરનાર ઈસમો સામે ફોજદારી ગુનો બને છે . ૨૧ મી સદીમાં પણ હજુ કેટલાક કુરિવાજો જોવા મળે છે જેમાં આજેય કચ્છના કેટલાક વિસ્તારોમાં બાળલગ્ન થાય છે . પછાત વર્ગની સાથે વિકસિત વિસ્તાર કે શહેરમાં પણ બાળલગ્નની પ્રથા હજુ જોવા મળે છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં કચ્છ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૪૮ જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે . અંગેની આ મુજબ , છોકરીની વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતા ઓછી હોવા છતાં લગ્ન કરવામાં આવે , ત્યારે તે બાળલગ્નની વ્યાખ્યામાં આવે છે . જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયાના જણાવ્યા અનુસાર , કચ્છ જિલ્લામાં છેલ્લા ૪ વર્ષમાં બાળલગ્ન માટેની કુલ ૫૮ અરજીઓ મળી હતી . જેમાં ૪૫ જગ્યાએ તપાસ દરમ્યાન બાળલગ્ન થવાના હોઈ અટકાવવામાં આવ્યા છે . જ્યારે ૬ અરજી તો તપાસ દરમિયાન ખોટી હોવાનું ખુલ્યું હતું તેમજ ૭ કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે . ખાસ કરીને પૂર્વ કચ્છમાં અંજાર , રાપર અને ભચાઉ વિસ્તારમાં બાળલગ્નની ફરિયાદો મળી હોવાનું જણાવ્યું હતું.

संबंधित पोस्ट

એભલ દ્વારા નજીકથી એક ઈસમ હથિયાર સાથે ઝડપાઇ જતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

Karnavati 24 News

પરણિત યુવકના પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારના ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી લોખંડના પાઇપ વડે મારમાર્યો

 કોર્ટમાં આધેડનો ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ

Karnavati 24 News

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

जालन्धर के मशहूर कुल्हड़ पिज्जा कपल पर हुआ केस दर्ज

Admin

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin
Translate »