



ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક બાજુ કોંગ્રેસ સુરત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા અત્યારથી કોશિશો ચાલી કરી દીધી છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. નરેશ પટેલ અને AAP નેતા યુવરાજ સિંહ વચ્ચેની આ બેઠકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ અને યુવરાજસિંહ વચ્ચે કયા મુદ્દે બેઠક થઈ એ તો સમય દેખાડશે. પરંતુ યુવરાજસિંહે નરેશ પટેલને જણાવ્યું હતું કે યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે. તેઓ વિદ્યાર્થીઓ થકી સરકારમાં બેઠેલા લોકોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. બન્ને નેતાઓ વચ્ચે બેઠક થતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.