અનેક છોકરીઓને લાંબા નખ રાખવાનો શોખ હોય છે. જો કે લાંબા નખ તૂટી જવાનો ભય અનેક લોકોને હોય છે. ઘણી વાર પાણીમાં વધારે કામ પહોંચે તો પણ નખ તૂટવાની સમસ્યા રહેતી હોય છે. નખ ઘણાં સોફ્ટ હોવાથી એ વારંવાર તૂટી જતા હોય છે. નખ વધે ત્યારે એની કેર કરવા માટે તમારે થોડો સમય આપવો પડે છે. જો તમને પણ નખ વધારવાનો શોખ છે અને નખ વારંવાર તૂટી જાય છે તો તમારા માટે લીંબુનો આ પ્રયોગ ખૂબ અસરકારક છે.
લીંબુ
લીંબુમાં રહેલું વિટામીન સી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ નખને મજબૂત કરવાનું કામ કરે છે. આનાથી નખને તૂટતા બચાવી શકાય છે. આ સાથે જ નખની પીળાશને દૂર કરીને એને ચમકાવવાનું કામ કરે છે.
આ રીતે કરો ઉપયગો
જ્યારે તમે રાત્રે પથારીમાં ઊંઘવા જાવો એ પહેલા લીંબુના નાના ટુકડા કરી લો અને પછી એને નખ પર હળવા હાથે 5 થી 10 મિનિટ સુધી ઘસો. ત્યારબાદ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી નખને સાફ કરી લો અને પછી ક્રીમ લગાવો. અઠવાડિયામાં તમે 2-3 વાર આ પ્રોસેસ કરી શકો છો. આ પ્રયોગ જો તમે કરશો તો તમને તરત જ ફરક જોવા મળશે.
જૈતૂનનું તેલ અને લીંબુનો રસ
જો તમે નખને લાંબા અને મજબૂત કરવા ઇચ્છો છો તો જૈતૂનનું તેલ અને લીંબુનો રસ તમારા માટે બેસ્ટ છે. આ મિશ્રણ તમને નખ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
આ મિશ્રણ બનાવવા માટે એક વાટકીમાં 1-1 ચમચી જૈતૂનનું તેલ અને લીંબુનો રસ લો. ત્યારબાદ આ મિશ્રણને સામાન્ય ગરમ કરી લો અને પછી એને 5 મિનિટ સુધી નખ પર મસાજ કરો. ત્યારબાદ એને 20 મિનિટ સુધી તેમજ આખી રાત લગાવેલું રાખો. પછી નખને હુંફાળા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરશો તો તમને તરજ તમારા નખ પર ફરક જોવા મળશે.