ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામે કારમી પરાજય થતા ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ રાહુલ દ્રવિડ વધારે ગુસ્સે ભરાયા છે. જેમને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વધુ સારો દેખાવ કરવા માટે સૂચન આપ્યું છે.
ટીમ ઇન્ડિયામાં ખાસ કરીને મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે જે ખેલાડીઓને લીધા છે તે ખેલાડીઓ યોગ્ય પરફોર્મ કરી રહ્યા નહીં હોવાનું તેમને જણાવ્યું હતું જ્યારે પરફોર્મ કરવું જોઈએ ત્યારે તેઓ નથી કરતા. જે કારણસર વન-ડે ત્રણ જીરોથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હારી હતી. આ ઉપરાંત રાહુલ દ્રવિડે શ્રેયસ ઐયર, પંત સહિતના રમતા ખેલાડીઓને ઇશારા ઇશારામાં આ વાત કરી હતી કેમકે તેમનું વન ડે માં ખાસ પ્રદર્શન રહ્યું નહોતું. જેથી દ્રવિડે અન્ય ખેલાડીઓને પણ પરફોર્મ કરવા માટે જણાવ્યું છે.
આ ઉપરાંત ઇન્ડિયન ટીમમાં જગ્યા બનાવવી હશે તો ખેલાડીઓએ પોતાની પ્રતિભા બતાવવી પડશે. કેમકે ઇન્ડિયન પ્રીમિયર લીગની અંદર ઘણા એવા ભારતીય ખેલાડીઓ છે કે જે સારું પ્રદર્શન કરી શકે છે આ યુવા ખેલાડીઓને પણ આગામી સમયમાં ચાન્સ વધુ મળી શકે છે કેમકે જે ખેલાડીઓ અત્યારે છે તેઓ યોગ્ય પરફોર્મ આગળ જતા ન કરી શકતા રિપ્લેસ કરી શકાય છે ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં બે જીરોથી હાર થઈ હતી જ્યારે વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે વ્હાઇટવોશ કર્યો હતો જેથી રાહુલ દ્રવિડે ખેલાડીઓની કડક સૂચન કોચ તરીકે આપ્યું છે.