Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા ખાઓ ‘કાચી કેરી’નું રાયતું, જાણો કેવી રીતે બનાવશો ઘરે

રાયતું દરેક લોકોને પહેલી પસંદ હોય છે. એમાં પણ જ્યારે કોઇના ઘરે ગરમીમાં જમવા જઇએ અને રાયતું બનાવ્યુ હોય તો ખાવાની બહુ જ મજા આવે છે. આ રાયતું ગરમીમાં તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો આજે અમે તમારી માટે એક એવું રાયતું લઇને આવ્યા છીએ જે તમે ખાઓ છો તો તમે લૂ લાગવાથી બચી શકો છો. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો કાચી કેરીનું રાયતું…

સામગ્રી

એક નંગ કાચી કેરી

એક કપ દહીં

લાલ મરચું

જીરું પાઉડર

રાઇ

મીઠા લીમડાનાપાન

એક નાની ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • કાચી કેરીનું રાયતું બનાવવા માટે સૌ પ્રથમ કાચી કેરીની છાલ કાઢીને એના નાના-નાના કટકા કરી લો.
  • ત્યારબાદ એક બાઉલ લો અને એમાં દહીં, મીઠું, લાલ મરચું પાઉડર અને જીરું પાઉડર એડ કરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આમાં કાચી કેરી ઉમેરીને મિક્સ કરી લો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી વધાર કરવા માટે એક પેન લો અને એમાં તેલ મુકીને ગરમ થવા દો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરો.
  • વઘાર થઇ જાય એટલે તરત જ ગેસ બંધ કરી લો.
  • ગેસ બંધ કર્યા પછી એમાં દહીં ઉમેરી દો અને ઉપરથી સ્વાદાનુંસાર મીઠું એડ કરો.
  • તો તૈયાર છે કાચી કેરીનું રાયતું
  • આ રાયતું તમે પરોઠા, ભાખરી અને રોટલી સાથે પણ ખાઇ શકો છો.

ઉનાળામાં ખાસ કરીને આ રાયતું તમે ખાઓ અને તમારા બાળકને પણ ખવડાવો. આ રાયતું ખાવાથી લૂ થી પણ તમે બચી શકો છો

संबंधित पोस्ट

ડોક વ્રણ સતત લેપટોપ અથવા ડેસ્કટોપ પર કામ કરે છે? તો આ ઉપાયથી રાહત મળશે

Karnavati 24 News

આદુની ચટણી માત્ર સ્વાદમાં જ સારી નથી લાગતી પણ રોગપ્રતિકારક શક્તિ પણ સારી રાખે છે, નોંધી લો રેસીપી

Admin

લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું ધ્યાન રાખો.

Karnavati 24 News

ચહેરો ક્યારેય નહીં દેખાઈ વૃદ્ધિ, બસ આ પાનનો કરો આ રીતે ઉપયોગ…

Karnavati 24 News

રસોડાની માત્ર આ 3 તમારા પેટની ચરબીને ઉતારશે માખણની જેમ, જરૂરથી એકવાર ટ્રાઈ કરો…

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin
Translate »