હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘટાડવો છે તો રાત્રે 10થી 11 વાગ્યા વચ્ચે ઉંઘી જાવ. વૈજ્ઞાનિક આ સમયને ગોલ્ડન અવર કહે છે, તેમનું માનવુ છે કે માણસના ઉંઘવાનો સમય અને હાર્ટની બીમારીઓ વચ્ચે એક કનેક્શન છે. ખાસ કરીને મહિલાઓ જે મોડી ઉંઘે છે.
આ દાવો ઇંગ્લેન્ડની એક્સેટર યૂનિવર્સિટીના શોધકર્તાઓએ રિસર્ચમાં કર્યો છે. શોધકર્તાઓનું કહેવુ છે, જો તમે અડધી રાત્રે અથવા મોડી રાત્રે ઉંઘવા માટે જાઓ છો ત હાર્ટ ડેમેજ થઇ શકે છે.
શોધકર્તાઓનું કહેવુ છે, માણસની ઉંઘ અને હાર્ટની બીમારી વચ્ચે એક કનેક્શન છે. જે લોકો મોડા ઉંઘે છે, તે સવારે મોડા ઉઠે છે, તેમની બૉડી ક્લૉક ડિસ્ટર્બ થઇ જાય છે. હાર્ટ પર ખરાબ અસર પડે છે. આ રીતે રાતમાં જલ્દી ઉંઘીને હાર્ટની બીમારીના ખતરાને ઓછો કરી શકો છો.
શોધ કરનારાઓનું કહેવુ છે, અમે 43થી 74 વર્ષ વચ્ચે 88 હજાર બ્રિટિશ વયસ્કો પર રિસર્ચ કર્યુ. રિસર્ચમાં સામેલ લોકોના હાથમાં ટ્રેકર પહેરાવવામાં આવ્યુ. ટ્રેકર દ્વારા તેમના ઉંઘવા અને ઉઠવાની એક્ટિવિટીને મૉનિટર કરવામાં આવી. આ સિવાય તેમની લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા.
આવા લોકોમાં 5 વર્ષ સુધી હાર્ટ ડિસીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોરનો મેડિકસ રેકોર્ડ રાખવામાં આવ્યો અને તેની તુલના કરવામાં આવી.
રિસર્ચના પરિણામ કહે છે કે જે દર્દીએ દરરોજ રાત્રે 10થી 11 વાગ્યા સુધી ઉંઘ લેવાનું શરૂ કર્યુ તેમાં હાર્ટના રોગ કેસ સૌથી ઓછા હતા. જે લોકો અડધી રાત પછી ઉંઘે છે, તેમાં આ ખતરો 25 ટકા વધુ હોય છે.