જૂનાગઢ જિલ્લામાં સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી હતી અને 1344 મતદાન મથકો પર બી.એલ.ઓ દ્વારા નામ ઉમેરવા કમી કરવા ભાગ ફેરફાર કરવા સહિતની અરજીઓ સ્વીકારવામાં આવી હતી મતદાર યાદી સુધારણા ના માપદંડો પુરુષ સામે મહિલા મતદારોનું પ્રમાણ સેક્સ રેશિયો વસ્તીના પ્રમાણમાં મતદારોની સંખ્યા તેમજ અલગ અલગ વય જૂથમાં મતદારોની સંખ્યા ફોટો ઓળખકાર્ડ સહિતના માપદંડોમાં જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની પ્રથમ ક્રમ મળ્યો છે