ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. જેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખશે. આ કોર કમિટી ગ્રુપમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડાનો સમાવેશ, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજન પટેલનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા રચના કરાયેલી કોર કમિટીના સભ્ય પાર્ટી લક્ષી નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈપણ નિર્ણય લેવા માટે કારોબારી બોલાવવી પડતી હતી. હવે કોર કમિટીમાં નિર્ણય લઈ કારોબારીમાં મજૂરી લેવાની રહેશે. અગાઉ કોઈ પણ નિર્ણય માટે 40 સભ્યની સહમતી જરૂરી હતી. હવે 12 સભ્યની સહમતીથી પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકાશે. *કોર કમિટીની રચના બાદ ભાજપે નવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરી હતી. જેમાં 14 લોકોનો કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી નવી પાર્લામેન્ટરી બોર્ડમાં CM ભૂપેન્દ્ર પટેલનું નામ પણ ઉમેરાયું છે. આ સાથે જૂના તમામ નામો યથાવત રખાયા છે. તેમજ મહિલા મોરચાના દીપિકા સરડવાનો સમાવેશ કરાયો છે