Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા તેમના જુદા જુદા વિસ્તારોમાં કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે હાજર થઇ રહ્યા છે. ભાવનગર પશ્ચિમ બેઠકના ઉમેદવાર જીતુ વાઘાણી વરતેજમાં ચૂંટણી માટે કાર્યાલયના ઊદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. આ ઉપરાંત કાળીયાબીડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર કે.કે. ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કાર્યકરો દોડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં આગામી મહિનામાં જ ચૂંટણી યોજાવાની હોય તે માટે હવે થોડાક દિવસની જ વાર હોય ત્યારે હવે જુદા જુદા પક્ષો દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માટેનો પ્રચાર તેજ થઇ રહ્યો છે. આગામી સમયમાં હજુ પણ વધારે ગતિથી પ્રચાર થશે. ગુજરાતમાં જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યો છે તે રીતે માહોલ વધુ ને વધુ ગરમ થતો જાય છે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.

संबंधित पोस्ट

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

Karnavati 24 News

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગર સેવકોના કરતુતો લઈ આવ્યા હતા પ્રભારી . . .

Karnavati 24 News

13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપનું આજે મંથન

Admin
Translate »