અમરેલી જીલ્લામાં સિંહો આંટાફેરાની ઘટનાઓમાં શિયાળા સમયમાં વધારો થઇ રહ્યો છે હવે તો બાબરા પંથકમાં પણ સિંહો જોવા મળી રહ્યા છે બાબરાના ખંભાળા ગામ નજીક સિંહો જોવા મળ્યા હોવાના દાવા સાથે સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો વીડી વિસ્તારમાં આવેલા માલધારી ના નેસડા નજીકનો હોવાનું કહેવાય રહ્યું છે અનેહિ ત્રણ ડાલામથ્થા સિંહ મારણ કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વિસ્તાર વધારવા માટે જાણીતા સિંહો બાબરા પંથકમાં પણ વિહાર કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા થોડા વર્ષોથી બાબરા પંથકમાં સિંહોના આંટાફેરા વધ્યા છે વર્ષો પહેલા ધારી,ખાંભાના ગીર વિસ્તામાં જોવા મળતા સિંહો હવે બાબરા,લાઠી,લીલીયા,રાજુલા,જાફરાબાદ,વડિયા-કુંકાવાવ,સાવરકુંડલા સહિતના જિલ્લાના 11 તાલુકાઓમાંથી આમ તો તમામ તાલુકાઓના ગામડાઓમાં સિંહો જોવા મળી રહ્યા છે કેટલાક જગ્યાઓ પર તો સિંહોએ પોતાનો કાયમી રહેઠાણ બનાવ્યું છે અને ઘણા વિસ્તારોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે તેવામાં સિંહોના આંટાફેરા બાબરા પંથકમાં વધતા જોવા મળી રહ્યા છે.
થોડા મહિનાઓ પહેલા પણ સિંહો આ બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડ્યા હતા તેવામાં ફરી સિંહોનો વિડીયો સામે આવતા સિંહો શિકારની શોધમાં અને વાતાવરણ સિંહોને માફક આવી ગયું હોવાથી આ વિસ્તારમાં વારંવાર આવી ચડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ અંગે પુષ્ટિ કરવામાં આવી રહી નથી.